Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'વર્ચ્યુઅલ આઇડી' ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં : ચિદંબરમ્

- આધારની ગુપ્તતાનો વિવાદ યથાવત્

- વર્ચ્યુઅલ આઇડી બહાર પાડવાનો હવે કોઇ જ મતલબ નથી, કરોડો લોકો આધાર નંબર જાહેર કરી ચુક્યા છે

આધાર કાર્ડને નુકસાન પહોંચાડવાના મરણિયા પ્રયાસો થઇ રહ્યા છે : નિલેકણી
નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

આધાર કાર્ડની ગુપ્તતાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે વર્ચ્યુઅલ આઇડીને વિકલ્પ તરીકે બહાર પાડવાની જાહેરાત કરી છે. આધારકાર્ડનો વહીવટ સંભાળતી યુઆઇડીએઆઇ દ્વારા આધાર નંબરની જગ્યાએ વર્ચ્યુઅલ આઇડીને વિકલ્પ તરીકે જાહેર કર્યો છે.

જોકે આધારકાર્ડનો મુળ નંબર લાખો લોકો પહેલાથી જ જાહેર કરી ચુક્યા છે. જેને પગલે વિપક્ષે સરકાર પર ટોણો મારતા કહ્યું હતું કે આ વર્ચ્યુઅલ આઇડી ઘોડા છુટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે. કોંગ્રેસના નેતા ચીદંબરમે કહ્યંુ હતું કે સરકાર હવે વર્ચ્યુઅલ આઇડી લાવી છે જ્યારે કરોડો લોકો પહેલાથી જ પોતાનો આધાર નંબર જારી કરી ચુક્યા છે તેનું શું ?

બીજી તરફ આધારકાર્ડનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે અરજદારોએ પણ સરકારના વર્ચ્યુઅલ આઇડીનો વિરોધ કર્યો છે. અને કહ્યું છે કે આ આઇડી બિનઉપયોગી છે અને તેને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. એક અરજદારે કહ્યું હતું કે જે નવુ વર્ચ્યુઅલ આઇડી છે તેની કોઇ જ ચકાસણી કરવામાં નથી આવી અને ઉપયોગમાં પણ નથી લેવાયું આવી સ્થિતિમાં તેનો વિશ્વાસ કેમ કરવો?

યુઆઇડીએઆઇના પૂર્વ ચેરમેન નંદન નિલેકાણીએ જણાવ્યું હતું કે આધાર કાર્ડ યુપીએ સરકારની દેન છે તેથી તેને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાના પ્રયાસો હાલની સરકાર દ્વારા થઇ રહ્યા છે. દરેક લોકોએ એ વાતનો સ્વીકાર કરી લેવો પડશે કે આધાર કાર્ડ હવે પ્રચલનમાં રહેશે. તેને બદનામ કરવાના પ્રયાસો ન થવા જોઇએ.

નોંધનીય છે કે સરકાર જે વર્ચ્યુઅલ આઇડી લાવી છે તેનો ઉપયોગ માર્ચ મહીનાથી શરુ થશે. અને આ એક વર્ચ્યુઅલ આઇડી હશે જેના દ્વારા સીમ કાર્ડની ખરીદી પણ કરી શકાશે. આ આઇડીમાં આધારકાર્ડ ધારકની માત્ર થોડી જ વિગતો હશે. જોકે વિપક્ષે સવાલ એ ઉઠાવ્યો છે કે કરોડો લોકો પહેલા જ પોતાનો આધારકાર્ડ નંબર જારી કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં વર્ચ્યુઅલ આઇડીનો કોઇ મતલબ નથી.

વર્ચ્યુઅલ આઇડી વિવાદ મુદ્દે સરકારનો બચાવ
આધાર માટે થઇ રહેલા સંશોધનોની પ્રાઇવેસીના નામે હત્યા ન કરો : રવિ શંકર પ્રસાદ
ટ્રાવેલિંગ ગુપ્ત બાબત છતાં લોકોએ ફ્લાઇટની બૂકિંગ વખતે બધી વિગતો જાહેર કરવી જ પડે છે
નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર
વિપક્ષના આરોપો વચ્ચે કેન્દ્રીય પ્રધાન રવીશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આધારકાર્ડની સુરક્ષા માટે કેટલાક સંશોધનો થઇ રહ્યા છે. અને આવા સંશોધનોને પ્રાઇવેસીના નામે મારી ન નખાય. વાર્ષીક કોમર્સ કોન્ફરંસમાં બોલતી વેળાએ રવી શંકર પ્રસાદે કહ્યું હતું કે ડિજિટલ રિવોલ્યૂશનના ભાગરુપે નવા નવા સંશોધનો કરવામાં આવતા હોય છે. આ સંશોધનને રોકવાના પ્રયાસો ન થવ જોઇએ.
ઉદાહરણ આપતા પ્રસાદે જણાવ્યું હતું કે કોઇ પ્રવાસ કરવો તે વ્યક્તિગત બાબત છે પણ તેમ છતા જ્યારે વ્યક્તિ ફ્લાઇટની ટિકિટ લે છે કે બુકીંગ કરાવે ત્યારે પોતાની દરેક વીગતોને આપતો હોય છે. ભોજન પણ તમારી ગુપ્ત બાબત છે પણ જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ભોજન માટે જાવ છો ત્યારે તમારી દરેક વિગતોને તમે જાહેર કરતા હોવ છો જે બિલમાં નોંધવામાં આવે છે. જેને પગલે પ્રાઇવેસીને લઇને આટલી બધી ઉહાપોહ કરવી ન જોઇએ.

Post Comments