Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પટણાના ગાંધી મેદાનમાં લાખો મુસ્લિમોની 'ધર્મ બચાવો, દેશ બચાવો' રેલી

- ટ્રિપલ તલાક, યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે મુસ્લિમોનો વિરોધ

- અમે ચાર વર્ષ સુધી રાહ જોઇ પણ સરકારે અમારા પર થતા અત્યાચારો પર ધ્યાન ન આપ્યું :મૌલાના વલી રેહમાની

- હાલની ભાજપ સરકારથી દેશ અને ધર્મને ખતરો હોવાનો પણ મૌલાનાનો દાવો

- રેલીનું આયોજન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અન્ય મુસ્લિમ સંસ્થાઓએ કર્યું હતું  

નવી દિલ્હી, તા.15 એપ્રિલ 2018, રવિવાર

બિહારના પટનામાં આવેલા ગાંધી મેદાનમાં લાખો મુસ્લિમો પોતાની માગ સાથે એકઠા થયા હતા અને લઘુમતીઓની વિવિધ સમસ્યાઓને લઇને સરકાર સમક્ષ પોતાની માગ મુકી હતી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)એ સંયુક્તરૃપે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ ભારત અને લઘુમતીઓ ખતરામાં છે. સાથે પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરવાનું પણ કહ્યું હતું.

રવિવારે ગાંધી મેદાનમાં લાખો મુસ્લિમો એકઠા થયા હતા. આ રેલીને દીન (ધર્મ) બચાવો, દેશ બચાવો નામ આપવામાં આવ્યું હતું. હાલના વર્ષોમાં પહેલી વખત એવુ થવા જઇ રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમો એકઠા થયા હોય અને ધર્મ તેમજ દેશ બચાવવાની વાત કરી હોય. ત્રણ તલાકનો કાયદો રદ કરવામાં આવ્યો તે બાદ જ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેમજ અન્ય મુસ્લિમ સંસ્થાઓ અને સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત ગૌમાસ વગેરે મુદ્દે પણ કેટલાક વિસ્તારોમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમાજના લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને પોતાની રક્ષા કરવા માટે સરકાર પર દબાણ વધારી રહ્યા છે.

મુસ્લિમોની દલીલ છે કે હાલ દેશમાં બંધારણ ખતરામાં છે. બોર્ડના મહાસચીવ મૌલાના વલી રહમાનીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર બંધારણને અનુસરીને દેશ ચલાવવાનું શીખી લેશે તેની રાહમાં અમે ચાર વર્ષ સુધી પ્રતિક્ષા કરી છે. મુસ્લિમોના પર્સનલ લો પર હુમલો થઇ રહ્યો છે. અમારે દેશવાસીઓને એ જણાવવુ પડી રહ્યું છે કે દેશની સાથે ધર્મ પણ ખતરામાં છે. આ રેલીને કોઇ રાજકીય સમર્થન છે કેમ તેવા દાવાઓને મૌલાનાએ ફગાવી દીધા હતા.

ઓલ ઇડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના વલી રેહમાનીએ જણાવ્યું હતું કે આરએસએસના એજન્ડા પર સરકાર કામ કરી રહી છે. અગાઉ ટ્રિપલ તલાકને રદ કરવામાં આવ્યા હવે આગામી દિવસોમાં યુનિફોર્મ સિવિલ કોડને પણ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત લાઉડ સ્પીકર પર અઝાન પર પણ પ્રતિબંધ આવશે. આ સમ્મેલનને ધ્યાનમાં રાખીને પટનામાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો હતો. જોકે રેલી શાંતીપૂર્ણ રહી હતી, કોઇ બનાવ નહોતો બન્યો જેને પગલે સુરક્ષાકર્મીઓ પણ રાહતના સ્વાસ લીધા હતા.

Post Comments