Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થોડા દિવસોમાં પેટ્રોલનો ભાવ ૯૦ રૃપિયા આંબા જવાની ચર્ચા

- મુંબઇના પેટ્રોલ, ડિઝલના ભાવ ભડકે બળ્યા

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ, તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

પેટ્રોલ, ડિઝલનો ભાવ દેશમાં આગની માફક ભડકે બળે છે. સોમવારે ઇંધણનો દર મુંબઇ સૌથી વધુ હતો. મુંબઇમાં પેટ્રોલ પ્રતિ લિટર ૮૧.૬૯ રૃપિયા અને ડિઝલ પ્રતિ લિટર ૬૮.૭૯ રૃપિયા હતો. આગામી થોડાક  મહિનામાં પેટ્રોલનો પ્રતિ લિટર ૯૦ રૃપિયા ઉપર શક્યતા વર્તાઇ રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલનો ભાવ ૧૫ જૂન ૨૦૧૭થી નિયંત્રણ મુક્ત કર્યો છે. ત્યારથી પેટ્રોલિયમ કંપની દરરોજ પેટ્રોલ અને ડિઝલના ભાવનું સર્વેક્ષણ કરે છે. તે અનુસાર પેટ્રોલિયમ કંપનીએ લીધેલા સર્વેક્ષણ અનુસાર મુંબઇમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ૧૦ પૈસાનો કરાયો છે.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૧ માર્ચ રોજ પ્રતિ લીટર ૭૯.૪૫ રૃપિયા  હતો. ત્યારબાદ મહિનાભરમાં ૨.૨૪ રૃપિયા વધારો થયો છે. જ્યારે ૧ માર્ચના રોજ ડિઝલના ભાવમાં શહેરમાં પ્રતિ લિટર ૬૬.૩૦ રૃપિયા હતો. મહિનાભરમાં તેમાં ૨.૪૯ રૃપિયામાં વધારો થયો છે.

રવિવારથી સી.એન.જી. ગેસના ભાવમાં પ્રતિ કિલો ૧.૨૩ રૃપિયાનો વધારો કરાયો છે. સી.એન.જી. ગેસનો ભાવ પ્રતિ કિલો ૪૨.૬૩ રૃપિયા હતો તેમાં હવે ૪૪.૨૨ રૃપિયા પ્રતિ કિલો થશે.

Post Comments