Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિરારથી વસઈ રોડ વચ્ચે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પાટે ચઢી

-અનેક લોકલ અને લાંબા અંતરની ટ્રેનો રદ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૧
છેલ્લાં બે દિવસથી સતત પડી રહેલાં વરસાદ બાદ આજે વિશ્રાંતિ લીધી હતી, જેના લીધે વિરાર-વસઈ વિસ્તારમાં ભરાયેલાં પાણીનુ સ્તર ઓછુ થતાં આ માર્ગ પર લોકલ અને મેલ/એક્સપ્રેસ દોડાવવા માટે માર્ગ મોકળો થયો હતો. બપોર બાદ વિરારથી નાલાસોપારા વચ્ચે ટ્રેન સેવા શરૃ કરવામાં સફળતા હાથ લાગી હતી.


વસઈ-વિરાર દરમિયાન પાણી ભરતાં લોકલ ભાઇંદર સુધી જ દોડાવા, રહી હોવાથી પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પરંતુ ચોવીસ કલાક બાદ ટ્રેન વ્યવહાર ફરી શરૃ થઈ શક્યો હતો. પશ્ચિમ રેલવેની ટ્રેનો આજે સવારે  ચર્ચગેટથી ભાઇંદર અને વિરારથી દહાણુ સ્ટેશન વચ્ચે સમયપત્રક મુજબ દોડાવાઈ રહી હતી. વિરારથી ટ્રેન પ્રતિ કલાક ૧૦ કિલોમીટરની ગતિએ દોડાવાઈ રહી હતી. જ્યારે ચર્ચગેટથી જઈ રહેલી ટ્રેનો ભાઇંદર સુધી જ દોડાવાઈ રહી હતી. આ દરમિયાન પાંચ લોકલ સેવા દોડી હતી. એસી લોકલ સેવા દિવસ દરમિયાન રદ રહી હતી.


પાંચ મેલ/એક્સપ્રેસ ટ્રેનોને વિરાર, નાલાસોપારા અને વસઈ રોડ સ્ટેશને ઉભી રાખવામાં આવી હતી. પ્રવાસીઓને જનરલ ડબામાં મુસાફરી કરવાની પરવાનગી અપાઈ હતી. નાલાસોપારા સ્ટેશન નજીક પાણીનુ સ્તર ઉતરવા લાગ્યુ હતુ પણ સુરક્ષિત રીતે ટ્રેન દોડાવી શકાય એમ નહોતુ. બપોર બાદ લોકલને દહાણુ રોડથી ચર્ચગેટ વચ્ચે દોડાવાઈ હતી. પરંતુ વિરારથી નાલાસોપારા વચ્ચે અમુક નિર્ધારિત ગતિ પર દોડાવાઈ હતી.


ટ્રેન નંબર ૨૨૯૧૭ બાંદરા ટર્મિનસ-હરીદ્વાર એક્સપ્રેસ, ટ્રેન નંબર ૨૨૯૪૯ બાંદરા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ, ટ્રેન નંબર ૧૨૯૦૭ બાંદરા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસના ટ્રેનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર ૧૯૦ ૨૩ મુંબઈ સેન્ટ્રલ-ફિરોઝપુર કેન્ટ મુંબઈ સેન્ટ્રલથી વલસાડ વચ્ચે રદ રહી હતી, જ્યારે વલસાડથી જ રવાના કરાઈ હતી.


ફલાઇંગ રાણી, દહાણુ-પનવેલ, વિરાર-સંજાણ,દહાણુ-બોરીવલી, વિરાર-ભરૃચ શટલ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ,કર્ણાવતી એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર ૧૨૯૨૨ સુરત-મુંબઈ સેન્ટ્રલ, ટ્રેન નંબર ૧૨૯૨૧ મુંબઈ સેન્ટ્રલ-સુરત, ટ્રેન નંબર ૫૯૦૨૩ મુંબઈ સેન્ટ્રલ-વલસાડ, ટ્રેન નંબર ૬૯૧૭૪ દહાણુ રોડ-બોરીવલી, ટ્રેન નંબર ૬૯૧૬૪ દહાણુ રોડ-પનવેલ, ટ્રેન નંબર ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, ટ્રેન નંબર ૧૨૯૩૪/૧૨૯૩૩, ટ્રેન નંબર ૧૨૯૩૨/૩૧ મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ ટ્રેન, ટ્રેન નંબર ૫૯૦૪૫ બાંદરા ટર્મિનસ-વાપી પેસેન્જર, ટ્રેન નંબર ૫૯૪૩૯ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર, ટ્રેન નંબર ૧૯૩૩૨ ઇંદોર-કોચુવેલ્લી એક્સપ્રેસ, ટ્રેન નંબર ૭૧૦૮૮ બોઇસર-વસઈ રોડ ડેમુને રદ કરાઈ હતી. અનેક ટ્રેનો આંશિક રૃપે દોડાવાઈ હતી.

Post Comments