Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કારે અડફેટમાં લેતા પુણેમાં સ્કૂલમાં જઈ રહેલી બે વિદ્યાર્થિનીના મોત

- શિવસેનાના નેતાની

- રોષે ભરાયેલા લોકોએ કાર સળગાવી દીધી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

પુણેમાં શિવસેનાના પદાધિકારીની કારે અડફેટમાં લેતા આજે સવારે સ્કૂલમાં જઈ રહેલી બે વિદ્યાર્થિનીના મોત નિપજ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થિની જખમી થઈ હતી. અકસ્માત બાદ આ પદાધિકારી નાસી ગયો હતો. બીજી તરફ દુર્ઘટનાને લીધે રોષે ભરાયેલા લોકોએ કાર સળગાવી દીધી હતી.

શિવસેનાનો પદાધિકારી પપ્પુ આજે સવારે સાડા સાત વાગ્યે કારમાં મોરગાવ તરફ જઈ રોડ પર કન્હાવાગ્ઝ  ખાતે બેદરકારીપૂર્વક કાર ચલાવીને તેમે સ્કૂલમાં જઈ રહેલી સમીક્ષા વીટકર (ઉં. વ. ૧૩), દિવ્યા પવાર (ઉં. વ. ૧૪) અને પાયલ લશ્કરને અડફેટમાં લીધી હતી.

અકસ્માતમાં ગંભીર ઈજા થતા સમીક્ષા અને દિવ્યાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પાયલ જખમી થઈ હતી. અકસ્માત પછી પપ્પુ કાર છોડીને નાસી ગયો હતો. આ દુર્ઘટનાની માહિતી મળતા જ ગામના લોકો જમા થઈ ગયા હતા. તેમણે કારની તોડફોડ કરી સળગાવી દધી હતી.  પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Keywords Two,girls,going,to,school,in,Pune,

Post Comments