Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બંધ કરાયેલી શરાબની ત્રણ હજાર દુકાનો ફરી શરૃ કરવા વિચારતી સરકાર

- અદાલતના આદેશને પગલે

- પાંચ હજારની વસતિવાળા ગ્રામ પંચાયતના તથા એક હજારની વસતિવાળા એમઆઇડીસીના વિસ્તારોમાં લિકર શોપ્સ ફરી શરૃ કરવા વિચારણા

મુંબઇ તા.૧૬ મે 2018, બુધવાર

સર્વોચ્ચ અદાલતના આદેશના ઉકેલરૃપ એક પગલામાં મહારાષ્ટ્ર સરકારે પાંચ હજારથી અધિક વસતિવાળા ગ્રામ પંચાયતના તથા એક હજારથી વધુ લોકોની વસતિ હોય તેવા એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના વિસ્તારોમાં શરાબની ત્રણ હજાર દુકાનો ફરીથી શરૃ કરવાનો નિર્ણય કર્યો છે.

સિંધુદુર્ગને પ્રવાસન જિલ્લા તરીકે જાહેર કરાયો હોવાથી ત્યાં શરાબની ૬૫ દુકાનો શરૃ કરી શકાય તેમ છે.
સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે ટુરિસ્ટ વિસ્તારો નજીકની બંધ કરાયેલી શરાબની દુકાનો હવે ફરીથી શરૃ કરી શકાશે. આ સાથે રાજ્યમાં શરાબનું વેચાણ તથા સરકારની નાણાકીય આવક, બન્નેમાં વધારો થશે.

ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે શરાબની દુકાનો પર વિવિધ નિયંત્રણો  મૂક્યાં હતા. જેમાં હાઇવેથી ૫૦૦ ચોરસ મીટર સુધીના વિસ્તારમાંની તથા ગ્રામીણ અથવા ગ્રામ પંચાયતના વિસ્તારોમાંની શરાબની દુકાનો પરના પ્રતિબંધનો પણ સમાવેશ થતો હતો.

પરંતુ શરાબની દુકાનોના માલિકોએ આ આદેશની સમીક્ષા માટે અદાલતમાં ધા નાખતાં અદાલતે મ્યુનિસિપલ કાઉન્સિલ અથવા કોર્પોરેશનની હદમાંના હાઇવેથી ૫૦૦ચો.મી.ના વિસ્તારમાં શરાબની દુકાનો માટે છૂટ આપી હતી. તદુપરાંત, એડવાન્સડ્ અથવા ડેવલપડ્ ગ્રામ પંચાયત વિસ્તારોમાં શરાબના પરવાના (લાઇસન્સ) ફરીથી જારી કરવામાં આવે એવો આદેશ પણ અદાલતે આપ્યો હતો.

બાદમાં આબકારી ખાતાના પ્રધાન ચન્દ્રશેખર બાવનકુળેએ એડવાન્સડ્ ગ્રામ પંચાયત વિસ્તાર કોને કહેવાય તે વિશે કાયદો અને ન્યાય, ઉદ્યોગ, શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસ જેવા ખાતાંનો અભિપ્રાય માગ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષથી બંધ કરવામાં આવેલી શરાબની ત્રણ હજાર દુકાનોને ફરીથી શરૃ કરવાની પરવાનગી હવે આપી શકાય.

Post Comments