Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાઉદ ઈબ્રાહિમની દક્ષિણ મુંબઈની ત્રણ મિલકતોને રૃ.૧૧.૫૮ કરોડમાં લીલામ થઈ

- સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે સૌથી ઊંચી બોલી લગાવી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

અંડરવર્લ્ડ ભાગેડૂ ડોન દાઉદ ઈબ્રાહિમની દક્ષિણ મુંબઈમાં આવેલી ત્રણ મિલકતની આજે રૃ.૧૧.૫૮ કરોડમાં લીલામી થઈ હોવાની માહિતી પ્રક્રિયા સાથેે સંકળાયેલા અધિકારીઓએ આપી હતી. નાણા મંત્રાલયે આ મિલકતોની લીલામીનું આયોજન કર્યું હતું. સ્મગ્લર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફીચર ઓફ પ્રોપર્ટી) એક્ટ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

ત્રણ મિલકતોમાં હોટેલ રૌનક અફરોઝ ( દિલ્હી ઝાઈકા), શબનમ ગેસ્ટ હાઉસ અને ડામરવાલા બિલ્ડિંગની છ રૃમનો સમાવેશ થાય છે. સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે આ ત્રણ મિલકતો માાટે સૌથી ઊંચી બોલી લગાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રૌનક અફરોઝ હોટેલને રૃ.૪.૫૩ કરોડ, શબનમ ગેસ્ટ હાઉસને રૃ..૩.૫૨ કરોડ અને ડામરવાલા બિલ્ડિંગની રૃમો માટે રૃ.૩.૫૩ કરોડની બીડ મળી હતી.

Post Comments