Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાઉદ ઇબ્રાહિમની ત્રણ સંપત્તિની મુંબઇમાં થઇ હરાજી

- દાઉદની સંપત્તિ માટે સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે સૌથી વધારે બોલી લગાવી

મુંબઇ, તા. 14 નવેમ્બર 2017, મંગળવાર

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની દક્ષિણ મુંબઇમાં આવેલ ત્રણ સંપત્તિની હરાજી 11.58 કરોડમાં કરવામાં આવી. આ સંપત્તિની હરાજી નાણાં મંત્રાલયે 'સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મનીપ્યુલેટર્સ (સંપત્તિનો મોરેગ્રાફ) અધિનિયમ' હેઠળ હરાજી કરી હતી.

આ ત્રણ સંપત્તિમાં દિલ્હી જાયકા તરીકે લોકપ્રિય હોટલ રોનક અફરોઝ, શબનમ ગેસ્ટ હાઉસ અને ડમરવાલા બિલ્ડિંગના 6 રૂમો સામેલ છે. આ ત્રણ સંપત્તિ માટે સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે સૌથી વધારે બોલી લગાવી હતી.

આ ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તેમણે આ હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી હતી જેમાં બોલી લગાવી આ ત્રણ સંપત્તિઓ હરાજીમાં ખરીદી છે. અમે હવે આગળની ઔપચારિકતા પૂર્ણ કરીશું.

હોટલ રોનક અફરોઝ માટે 4.53 કરોડ, શબનમ ગેસ્ટ હાઉસ માટે 3.52 કરોડ અને ડમરવાલા બિલ્ડિંગના રૂમો માટે 3.53 કરોડની બોલી લગાવવામાં આવી હતી. આ તમામ મિલકતો ભીડવાળા વિસ્તાર ભિંડી બજારના એક કિલોમીટરના વિસ્તારમાં આવે છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments