Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇથી નાશિક એમડી ડ્રગ વેચવા આપેલી ત્રિપુટી પકડાઇ

- આરોપીઓ પાસેથી નશીલા પદાર્થ સહિત ૧૬ લાખની માલમત્તા જપ્ત

મુંબઈ, તા. ૧૬ મે 2018, બુધવાર

મુંબઇથી એમડી ડ્રગ વેચવા આવેલા ત્રણ યુવકને નાશિક ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. તેમની પાસે નશીલા પદાર્થ સહિત ૧૬ લાખ રૃપિયાની કિંમતની માલમત્તા જપ્ત કરવામાં આવી છે.

મુંબઇથી કારમાં અમૂક શખસ નાશિકમાં પાથર્ડી ફાટા પાસે એમડી ડ્રગ વેચવા આવવાના છે. એવી માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા છટકુ ગોઠવ્યું હતું.

અહીં કારમાં આવેલી આરોપી ત્રિપુટીએ પોલીસને જોઇને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસે પીછો કરીને આરોપી રણજીત (ઉં.વ.૩૨), નિતીન (ઉં.વ. ૩૨) અને પંકજ (ઉં.વ. ૩૧)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એમડી ડ્રગ, મોબાઇલ ફોન, કાર સહિત ૧૫ લાખ ૭૬ હજાર રૃપિયાની કિંમતની માલમત્તા મળી હતી.

Post Comments