Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇ મેટ્રોપોલિટન રીજનમાં ૨૦૦૧થી અત્યાર સુધીમાં વાહનોની સંખ્યા ચાર ગણી વધી

- ૪,૩૫૫ ચો.કિ.મી.ના આ વિસ્તારમાં ૨૦૦૧માં ૧૮.૪૨ લાખ વાહનો હતા હવે ૭૯.૭૧ લાખ

- ટ્રાફિકની ગીચતા, પ્રદૂષણ વધશે

મુંબઇ તા.૧૬ મે 2018, બુધવાર

મહાનગર મુંબઇ અને તેની નજીકનાં શહેરોના રહિશો ટ્રાફિકની ગીચતા અને પ્રદૂષિત હવાથી કંટાળે તે સ્વાભાવિક છે. આ રહિશોનો રોજિંદો પ્રવાસ વધુ ત્રાસજનક અને વાતાવરણ અધિક પ્રદૂષિત બનવાની પૂરેપૂરી શક્યતા છે કેમ કે મુંબઇ મેટ્રો પોલિટન રીજન (એમએમઆર)માં ૨૦૦૧થી અત્યાર સુધીમાં વાહનોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. આ હકીકત દર્શાવે છે કે ખાડે ગયેલી સાર્વજ નિક પરિવહન સેવા (બસ તથા ટ્રેન) વિશેનો લોકોનો ભ્રમ ભાંગી ગયો છે.

રાજ્ય મોટર વાહન ખાતાના  આંકડા મુજબ એમએમઆરમાં ૨૦૦૧માં ૧૮.૪૨ લાખ વાહનો હતાં. આ વર્ષના માર્ચ સુધી આ સંખ્યા વધીને ૭૯.૭૧ લાખની થઇ હતી.

૪,૩૫૫ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા એમએમઆરમાં મુંબઇ, નવી મુંબઇ અને થાણે સહિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા આઠ મ્યુનિસિપલ કાઉન્સિલોનો સમાવેશ થાય છે. ૨૦૧૧ની વસતિ ગણતરીના અહેવાલ મુજબ એમએમઆરની જન સંખ્યા ૧.૮૩ કરોડની છે. મોટા ભાગના લોકો પ્રવાસ માટે ટ્રેનું સાર્વજનિક બસ, ટેક્સી તથા ઓટો રીક્ષા પર નિર્ભર છે.

થાણે, કલ્યાણ, વાશી અને વસઇનો સમાવેશ કરતા થાણે રીજનમાં સૌથી વધુ વાહનો છે. આ રીજનમાં ગયા  માર્ચના અંત સુધીમાં ૩૮.૩૧ લાખ વાહનો હોવાનું નોંધાયું હતું. તે પછીના ક્રમે ૩૩.૫૨ લાખ વાહનો સાથે મુંબઇ રીજન (તાડદેવ, અંધેરી, વડાલા અને બોરીવલી) છે. બાકીનાં વાહનો પનવેલ રીજનમાં નોંધાયા હતા. આ રીજનમાં પનવેલ તથા પેણ આરટીઓનો સમાવેશ થાય છે. એમએમઆરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં લગભગ ૨૦ લાખ નવા વાહનો નોંધાયા છે.
એમએમઆરમાં આ વર્ષના માર્ચ સુધીમાં નોંધાયેલા વાહનોમાં લગભગ ૪૭.૮૫ લાખ ટુ વ્હીલર્સ તથા ૧૬.૬૯ લાખ કારનો સમાવેશ થાય છે.

Post Comments