Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોવંડીમાં વાહન ઓવરટેક કરવા બાબતે ત્રણ યુવકે કેબ ડ્રાઇવરની હત્યા કરી

- મર્ડરબાદ ટ્રિપલ સીટમાં બાઇક પર નાસી ગયેલા બે આરોપીની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

ગોવંડીમાં વાહન ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા બાઇક પર જઇ રહેલા ત્રણ યુવકે કેબ ડ્રાઇવરની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે તેમના એક સાથીદારને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

શિવાજીનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિપક પગારેએ જણાવ્યું હતું કે 'ગોવંડી સ્થિત અહિલ્યાબાઇ હોળકર માર્ગ પાસે ત્રણ યુવક એક બાઇક પર જઇ રહ્યા હતા. કેબ ડ્રાઇવર સલીમ ગુલામ શેખ (ઉં.વ.૩૮) સાથે વાહન ઓવરટેક કરવાના મુદ્દે તેમનો ઝઘડો થયો હતો.

પછી આ ત્રિપુટીએ ઢોરમાર મારીને અને જમીન પર માથુ પટકીને શેખને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પણ ડ્રાઇવર શેખનું મોત નિપજ્યું હતું. આ મર્ડર બાદ આરોપીઓ નાસી ગયા હતા.

પોલીસે તેમને પકડવા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવીની તપાસ  કરી હતી. છેવટે પોલીસે શંકાના આધારે બે આરોપીની ધરપકડ કરી છે.

Post Comments