Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્દ્રાણીએ ગન ધરાવતું પાર્સલ પોતાને આપ્યું હોવાનું ડ્રાઈવરે કોર્ટમાં જણાવ્યું

- શીના બોરા હત્યા કેસ

- આ પાર્સલનો નિકાલ કરવા જતાં ડ્રાઈવર ઝડપાયો હતો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

શીના બોરા હત્યા કેસમાં તાજના સાક્ષી બનેલા ડ્રાઈવર શ્યામવર રાયે  સીબીઆઈ કોર્ટને જણાવ્યું હતું કે શીનાની માતા અને કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજીએ ૨૦૧૨માં તેને એક પાર્સલ આપ્યું હતું જેને પોતે ખોલતાં અંદરથી ગન નીકળી હતી.

સતત ત્રીજા દિવસે રાયની ઉલટતપાસ થઈ રહી હતી. તેણે બે વાર પાર્સલ ફેંકી દેવાનો વિચાર કર્યો હતો. બચાવ પક્ષના વકિલ સુદીપ પાસબોલાએ જણાવ્યું હતું કે તને મેડમે પાર્સલનો નિકાલ લાવવા કહ્યંિ હતું કે સાચવીને રાખવા કહ્યું હતું?

રાયે જણાવ્યું હતું કે હું જ્યારે તેમને એરપોર્ટ પર છોડવા જઈ રહ્યો હતો ત્યારે ઈન્દ્રાણીએ પોતાને પાર્સલ સલામતી રીતે રાખવા જણાવ્યું હતું. આ પાર્સલ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ એનો જવાબ રાયે હકારમાં આપ્યો હતો. ઈન્દ્રાણી માટે કામ કરવાનું બંધ કર્યા બાદ પહેલીવાર તેણે પાર્સલ ખોલ્યું હતું.

ઓગસ્ટ ૨૦૧૫માં ગન ધરાવવા બદલ પકડાયા બાદ હત્યા સંબંધે પોલીસે તેની પૂછપરછ કરી હતી. પોતાની ધરપકડ કાર્ટર રોડ પર થઈ હોવાનું રાયે દાવો કરીને બચાવ પક્ષે ખાર દાંડાથી પકડાયો હોવાની વાતને સુધારી હતી.

પોલીસને જોઈને પોતે ઉતાવળા ચાલતી પકડી હોવાનું જણાવ્યું હતું. બચાવ પક્ષે તેને ક્યાં રહેતો હતો એવું પૂછતાં રાયે કોર્ટને જણાવ્યું હતંુ કે તે મોસંબી તબેેલા ખાતે રહેતો હતો જ્યારે ખાર પોલીસ સમક્ષ તેણે પોતે ચાર મહિના વાકોલા રહ્યો હોવાનું જણાવ્યું હતું.

Post Comments