Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોગગુરુ બાબા રામદેવના જીવન પર આધારિત પુસ્તક પરના પ્રતિબંધને પડકારાશે

- લેખક કે પ્રકાશકની બાજુ સાંભળ્યા વિના દિલ્હી કોર્ટે નિર્ણય આપ્યાનો દાવો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

યોગગુરુ બાબા રામદેવના જીવન પર આધારીત 'ગોડમેન ટુ ટાયકૂન: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બાબા રામદેવ' પુસ્તકના વેચાણ પર સ્થગિતી આપવામાં આવી છે. દિલ્હીની કોર્ટેે આ સ્થગિતી આપી છેે.  પ્રકાશકે કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે  પ્રકાશક કે લેખકની બાજુ  સાંભળ્યા વિના જ આ પુસ્તકના પ્રકાશન અને વેચાણ પર સ્થગિતી આપી હોવાનું જણાવ્યું છે.

૧૦ ઓગસ્ટના રોજ આ નિર્ણય જણાવાય હોવાથી ટૂંક સમયમાં નિર્ણય સામે કોર્ટમાાં અપીલ કરવામાં આવશે, એમ પ્રકાશકે જણાવ્યું છે. પ્રિયંકા પાઠક નારાયણે આ પુસ્તક લખ્યું છે. કોર્ટના નિર્ણયની જાણકારી મળ્યા બાદ પોતાને આશ્ચર્ય અને આઘાત લાગ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

પુસ્તક લખાતું હતું ત્યારે પોતે બાબા રામદેવ અને આચાર્ય બાળકૃષ્ણની મુલાકાત પણ લીધી હતી. તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ જ મળ્યા હતા. પુસ્તકમાં  તેમના જન્મથી લઈને એક આયુર્વેદિક કંપની શરૃ કરવા સુધીના સફળ પ્રવાસની વાત છે. હરિયાણામાં જન્મ લઈને એક સફળ વ્યાવસાયિક થવા સુધીનો તેમનો પ્રવાસ  છેે.  પુસ્તકમાં સહકારી બાળકૃષ્ણ તથા અન્યો વિશે પણ કહેવામાં આવ્યું છે.

કોંગ્રેસના સાંસદ શશી થરૃરે પણ પ્રકાશકની તરફેણમાં લઈને વાણી સ્વાતંત્ર્યનો મુદ્દો ઉપસ્થિત કર્યો છેે. કોર્ટના નિર્ણયના વિરોધમાં ઉપરી અદાલતમાં દાદ માાગવાના નિર્ણય પર પ્રકાશક વિચારી રહ્યા  છેે. જોકે રામદેવ બાબાની કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી.

Post Comments