Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થાણેના યુવકનો ગ્રીસની જેલમાંથી અઢી વર્ષે નિર્દોષ છુટકારો

- આઇએસઆઇએસની સહાયના આરોપસર પકડાયેલા

- ખલાસી તરીકે જે જહાજ પર ફરજ બજાવતો હતો એમાંથી ૫૦૦ બંદૂક અને પાંચ લાખ કારતૂસો પકડાઇ હતી

મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

દુનિયાના સૌથી ખોફનાક આતંકવાદી સંગઠન આઇએસઆઇએસને મદદરૃપ થવાના આરોપસર અઢી વર્ષ પહેલાં ગ્રીસમાં  પકડાયેલા થાણેના ખલાસી યુવાન કલ્પેશ શિંદેનો આખરે નિર્દોષ છુટકારો થયો હતો.

ગ્રીસ સ્થિત ભારતીય રાજદૂતાલયની મદદથી તેનો છુટકારો થયો હતો. આઇએસઆઇએસને મદદરૃપ થવાના તેમજ ૫૦૦ બંદૂકો અને પાંચ લાખ કારતૂસોની હેરાફેરી કરવાના આરોપસર તેને પકડવામાં આવ્યો હતો. ત્યાર પછી અઢી વર્ષ ગ્રીસની જેલમાં ગાળવા પડયા હતા.

૨૦૧૫માં કલ્પેશ ટ્રેઇની સેલર (તાલીમાર્થી ખલાસી) તરીકે લીગલ પોર્ટ પર કામે લાગ્યો હતો. એ વખતે તુર્કીથી લિબિયા જતા જહાજ ઉપર તે ફરજ બજાવતો હતો એ વખતે જહાજ ગ્રીસ પાસેથી પસાર થતું હતું ત્યારે ગ્રીસની પોલીસે જહાજની ઝડતી લેતા કન્ટેનરમાંથી બંદૂકો અને કારતૂસોનો જથ્થો મળી આવ્યો હતો. આથી ગ્રીસના નૌકાદળે કલ્પેશ સહિત આઠ જણની ધરપકડ કરી હતી.

કન્ટેનરમાંથી જે માલ ભરવામાં આવ્યો હતો તેની સાથે ખલાસીઓનો કોઇ સંબંધ નથી એવું કહ્યા છતાં તેમને જેલભેગા કરવામાં આવ્યો હતો. કલ્પેશે ગ્રીસના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. આ દૂતાવાસના ભારતીય અધિકારીની મદદથી ૨૯ મહિનાના જેલવાસ બાદ કલ્પેશનો છુટકારો થયા બાદ તે સ્વદેશ પાછો ફર્યો હતો.

Post Comments