Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બારમાંના રસાયણશાસ્ત્રના પ્રશ્નપત્રમાં ભૂલ હોવાને કારણે વિદ્યાર્થીઓને બોનસ માર્ક મળશે

- ચાર પ્રશ્નોમાં ભૂલ હોવાને કારણે તેના પૂરાં સાત માર્ક અપાશે

મુંબઈ,તા.૧૩ માર્ચ 2018, મંગળવાર

મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા લેવાયેલ હાયર સેકેન્ડરી સર્ટિફિકેટ (એચએસસી)ની પરીક્ષામાં રસાયણશાસ્ત્રના પ્રશ્નપત્રમાં ચાર ભૂલ હોવાનું સામે આવ્યું હતું. આથી ર્જે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરી હશે તેમને આ પ્રશ્નોના પૂરાં સાત ગુણ આપવામાં આવશે.

તા. ૨૮ ફેબુ્રઆરીના રોજ વિજ્ઞાાનશાખાનું રસાયણશાસ્ત્રનું પેપર હતું. તેમાં પ્ર.૨ના પેટા પ્રશ્ન બીજામાં, પ્ર.૩ના પેટા પ્રશ્ન ચોથામાં અને પ્ર.૮ના પેટાપ્રશ્ન (બ)માં ભૂલ હોવાને કારણે ત્રણેય પ્રશ્નના મળી કુલ પાંચ માર્ક તેમજ પ્ર.૬માં પેટા પ્રશ્ન ચારમાં અભ્યાસક્રમ બહારનું રાસાયણિક સમીકરણ પૂછાવાને કારણે તેનાં બે માર્ક મળી વિદ્યાર્થીઓને કુલ સાત માર્ક આપવામાં આવે તેવી મુખ્ય નિયંત્રકે લીધેલી એક બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.     

ખાસ ઉલ્લેખનીય કે જે વિદ્યાર્થીઓએ માત્ર પ્રશ્ન ક્રમાંક લખ્યો હશે અને જવાબની જગ્યા છોડી દીધી હશે, તેમને પણ બોનસ માર્ક આપવામાં આવશે. જોકે સ્ટેટ બોર્ડના સચિવે હજી સુધી તેમને આવી કોઈ શિફારસ મળી ન હોવાનું જણાવ્યું હતું.

બારમાનાં પ્રશ્નપત્રો તજ્જ્ઞાો દ્વારા તૈયાર કરવામાં આવે છે, છતાંય આ પ્રશ્નપત્રોમાં આટલી ભૂલો શા માટે રહે છે તેવો પ્રશ્ન આ બાબતને કારણે ઉપસ્થિત થઈ રહ્યો છે. આવી ભૂલો માટે દોષિતો પર કાર્યવાહી કરવામાં આવવી જોઈએ તેવી માગણી શિક્ષણ ક્ષેત્રના જાણકારો દ્વારા કરવામાં આવી રહી છે. બારમાનાં પ્રશ્નપત્રમાં ભૂલને કારણે ફરી બોર્ડના બેદરકાર કારભારથી લોકોમાં નારાજગી વ્યાપી હોવાનું જાણવા મળ્યું છે.

Post Comments