Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવસેનાને નાંદેડ પાલિકા સહિત પેટાચૂંટણીમાં જોરદાર ફટકો

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

નાંદેડ-વાઘાળા મહાપાલિકામાં જાહેર તેમ જ મુંબઈ, નાગપુર, કોલ્હાપુર અને પુણે મહાપાલિકાની ચાર પેટા ચૂંટણીઓના પરિણામો આજે જાહેર થતા સત્તાપક્ષ શિવસેનાને વિચાર અને આત્મ પરીક્ષણ કરવામાં ફરજ પાડી હોવાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. નાંદેડ-વાઘાળા મહાપાલિકાની ૨૦ પ્રભાગોની ૮૧ બેઠકો માટે તેમ જ મુંબઈની ૧૧૬, નાગપુરની ૩૫એ કોલ્હાપુરની ૧૧ અને પુણેની ૨૧એ આ ચાર પેટા ચૂંટણી માટે ગઈ કાલે મતદાન લેવામાં આવ્યું.

આ મતદાનો મતગણતરી આજે સવારે શરૃ થઈ અને સાંજ સુધી જેમ જે પરિણામો બહાર આવ્યા એમાં નાંદેડ-વાઘાળામાં કોંગ્રેસના અશોક ચવ્હાણે ભાજપને ધોબીપછાડ આપીને નિર્વિવાદ વર્ચસ્વ સ્થાપિત કર્યું. મુંબઈ, નાગપુર, કોલ્હાપુર અને પુણેની ચાર પેટા ચૂંટણીમાં ત્રણ ભાજપને અને એક તરરારાહા પેનલને સફળતા મળી. આ બધી ચૂંટણીમાં શિવસેનાનો સાફ ધુમાડો થઈ ગયો. મુખ્ય પ્રધાન ફડણવીસની સ્ટ્રેટેજી નાંદેડમાં નિષ્ફળ થઈ તેમ જ શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાડેલી ત્રાડ ફોક ગઈ હોવાનું જાણવા મળે છ.ે

મુંબઈ મહાપાલિકાની ૧૧૬નું વોર્ડમાં ભાજપના જાગૃતી પ્રતીક પાટીલને ૧૧,૧૨૯ મત આવ્યા, નાગપુરમાં ૩૫એમાં ભાજપના સંદીપ ગવઈને ૫,૭૧૧ મત મળ્યા, કોલ્હાપુરમાં તારારાણી પેનલના રાજેશ શિરોળકર ૧૩૯૯ મતો મેળવીને ૧૧ નંબર વોર્ડમાં ચૂંટાઈ આવ્યા. તેમ જ પુણેના ૨૧એમાં ભાજપના હિમારલી નવનાથ કાંબળેને ૭૮૯૯ મત મેળવીને વિજયી થયા. આ ચારે ઠેકાણે જેમ શિવસેનાની હાર થઈ તેમ જ નાંદેડ-વાઘાળામાં પણ ૨૦૧૨માં ૧૪ બેઠકો મેળવનાર શિવસેનાને માત્ર બે બેઠકો મળી હતી.

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇન્તેહાદુલ મુસલ્મિને ૨૦૧૨માં અગિયાર બેઠકો મળી, પણ આજની મતગણતરીમાં એમઆઇએમને એક પણ બેઠક નસીબ થઈ નહીં. એમઆઇએમના મુસ્લિમ વોટબેન્ક કોંગ્રેસ તરફ વળ ી હોવાનું જાણવા મળે છે.

Post Comments