Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈ મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં શિવસેનાનું ભાજપને સમર્થન

- વોડ ક્રમાંક ૨૧ની પેટાચૂંટણી માટે ભાજપ ઉમેદવારને બિનશરતે સપોર્ટ આપવાનો નિર્ણય લેવાયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકાની પેટાચૂંટણીની એક જગ્યા માટે આખરે શિવસેના-ભાજપ સાથે આવી છે. મુંબઈના વોડ ક્રમાંક ૨૧ની પેટાચૂંટણી માટે શિવસેનાએ ભાજપના ઉમેદવારને બિનશરતી સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. ભાજપ નગરસેવિકા શૈલજા ગિરકરના મૃત્યુને લીધે ચારકોપ વોર્ડ નંબર ૨૧માં પેટાચૂંટણી છે. શૈલજા ગિરકરની જગ્યાએ તેની વહુ પ્રતિભા ગિરકરને ભાજપે ઉમેદવારી આપી છે.

સમર્થન માટે ભાજપ વિધાનસભ્ય ભાઇ ગિરકર અને પ્રધાન વિનોદ તાવડેએ માતોશ્રી પર જઈને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. ગિરકર કુટુંબ સાથે શિવસેનાના જૂના સંબંધ છે. ગિરકર કુટુંબને ઉમેદવારી મળી હોવાથી શિવસેના આ પેટાચૂંટણીમાં ઉમેદવારી આપશે નહીં એવી ભૂમિકા લઈને ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાનો ઉમેદવાર ન ઉભો રાખવાનો નિર્ણય લીધો છે.

પ્રભાગ ક્રમાંક ૨૧ અને ૬૨ની પેટા ચૂંટણી માટે ૧૩ ડિસેમ્બરના મતદાન થશે. શૈલજા ગિરકર ચારકોપ વોર્ડ નંબર ૨૧થી જીતીને આવી હતી. પરંતુ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ બિમાર હોવાથી તેમનું મૃત્યુ થયું હતું. તે પહેલાં શૈલજા ગિરકર ૧૯૯૭થી અત્યાર સુધીમાં અંદાજે વીસ વર્ષ નગરસેવક પદ પર હતી અને તે ડેપ્યુટી મેયર પણ રહી ચૂકી છે.

Post Comments