Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ સબમરીન ‘ખંડેરી’

- ખંડેરી નૌસેનામાં સામેલ થથા ભારતની તાકાતમાં વધારો થશે

મુંબઈ, તા. 12 જાન્યુઆરી 2017, ગુરૂવાર

પાણીની અંદર તે સપાટી પર તારપીડોની સાથે સાથે એન્ટિ-શીપ મિસાઇલોથી હુમલો કરવા અને રડારથી બચવાની ઉત્કૃષ્ટ ક્ષમતાથી સજ્જ સ્કોર્પીન કેટેગરીની બીજી સબમરીન ખંડેરીને આજે મુંબઈની મઝગાન ડોક શિપબિલ્ડર્ડ લિમિટેડમાં સામેલ કરવામાં આવી છે.

આ સબમરીનનું ઉદ્ધઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી સુભાષ ભામરેની પત્ની બીના ભામરેએ કર્યું. નેવી પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા પણ આ પ્રસંગે હાજર હતા. ખંડેરી સબમરીન અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. તેમાં રડારથી બચવાની ઉત્કૃષ્ટ ક્ષમતા અને સાધવામાં આવેલા નિશાન પર જોરદાર હુમલો કરવાની યોગ્યતા સામેલ છે, આ હુમલો ટોરપિડોથી પણ કરવામાં આવી શકે છે અને ટ્યૂબ-લોન્ચેડ એન્ટિ-શીપ મિસાઇલોથી પણ. રડારથી બચવાની ક્ષમતા આ સબમરીનને અન્યની સરખામણીએ અભેદ્ય બનાવશે

ખંડેરી સબમરીન તમામ હવામાન અને યુદ્ધમાં પોતાનો પરચો બતાવી શકે છે, આ કોઈ પણ આધુનિક સબમરીન દ્વારા અંજામ આપવામાં આવતા વિવિધ પ્રકારના અભિયાનોને અંજામ આપી શકે છે. આ અભિયાનોમાં સરફેસ વિરોધી યુદ્ધ ક્ષમતા, એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતા, ઈન્ટેલિજન્સ માહિતી એકઠી કરવી, વિસ્તારની દેખરેખ રાખવી સામેલ છે.

Post Comments