મુંબઈ સહિત શહેરી વિસ્તારમાં તાડીના વેચાણ પર પ્રતિબંધ
- કોર્ટે પણ યાચિકા ફગાવી દીધી હતી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા.૨૦ માર્ચ ૨૦૧૭ સોમવાર
મુંબઈ સહિત રાજ્યના શહેરી વિભાગમાં હવે તાડી મળશે નહીં. કારણ કે હવેથી તાડી વિક્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાડીના વેચાણ પર પ્રતિબંધ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬માં એક અધ્યાદેશ કાઢયો હતો. આ અધ્યાદેશને પડકાર ફેંકતી અનેક યાચિકા કોર્ટમાં દાખલ કર્યો હતો. માત્ર વડી અદાલતે આ સર્વ યાચિકાને ફગાવી દઈને સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે.
બીજી તરફ શહેરી વિસ્તારમાં તાડ પર પ્રતિબંધ સાથોસાથ તાડી વિક્રેતાઓને અમુક વિગતો પાળવી પડશે. જે તાલુકામાં ઓછામાં ઓછા એક હજાર તાડના વૃક્ષ ત્યાં તાડીના વેચાણને પરવાનગી મળશે. તેમજ ફક્ત તાલુકાના ભૂમિપુત્રને તાડીનાં વ્યવસાય માટે પરવાનગી અપાશે.
દરમિયાન અનેક ઠેકાણે તાડીના નામ હેઠળ ભેળસેળયુક્ત તાડીના વેચાણ કરાય છે. તાડીમાં રસાયણિક ભેસળ કરવાથી અનેક જણ મૃત્યુ પામ્યા હતા.
તાડીમાં નિરાનું રસપાન તૈયાર કરાય છે. નિરામાં નવસાગર ભેળવવાથી તાડીમાં તે રૃપાંતર થાય છે. આમાં અનેક વિક્રેતાઓ રસાયણો ભેળવે છે. આથી તાડી ઘાતક બને છે. આથી કોર્ટે યાચિકાને ફગાવી દેતાં રાજ્યમાં શહેરી વિસ્તારમાં તાડી બંધી લાગુ પડશે.
Post Comments
ભારત ૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે દાવેદારી કરશે
કિંગ્સ ઈલેવન પંજાબને આજે કોલકાતા સામે પણ વિજય મેળવવાની આશા
IPLની આ સિઝનને બચાવી લીધી ગેલને હરાજીમાં કોઇ ખરીદનાર જ નહતું
વોટસનના ૫૭ બોલમાં ૧૦૬ રન આઇપીએલ કારકિર્દીની ત્રીજી સદી
વોર્નર હાલ નવા મકાનના બાંધકામમાં વ્યસ્ત
એર્સેન વેંગર આર્સેનલ ફૂટબોલ કલબના કોચ તરીકેના ૨૨ વર્ષના કાર્યકાળનો અંત આણશે
ચેરિટી ટી-૨૦ : વર્લ્ડ ઈલેવનમાં આફ્રિદી અને પરેરાનો સમાવેશ
રાધિકા ફરી હોલિવૂડમાં અભિનયના ઓજસ પાથરશે
બાહુબલી-૨ હવે ચીનમાં રિલિઝ થશે
ત્રણ વર્ષે રણબીર-દીપિકા રેમ્પ પર સાથે દેખાયા
કોરિયોગ્રાફર ગીતા ગરોળીથી ડરીને સેટ છોડી જતી રહી
સુનિલને સલમાનની ફિલ્મમાં કામ મળ્યું
સલમાન પરના કાનૂની કેસનાં ભાવિને લઈ ખાન પરિવારમાં ટેન્શન
જ્હોન અબ્રાહમની 'પરમાણુ'નો વિવાદ થંભવાનું નામ નથી લેતો
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News