Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૃતકની પત્ની, સાસુ સહિત ચાર જણને બચાવી લેવાયા

- સાસરિયાઓને ઘરમાં બંધ કરી સળગાવીને મારવાનો પ્રયાસ કરનારા ઉલ્હાસનગરના યુવકનું જ દાઝી જતા મોત

(પ્રતિનિધિ દ્વારા)મુંબઈ,તા.૨૦ સોમવાર 2017

ઉલ્હાસનગરમાં પિયરમાં જઈ સાસરિયાઓને ઘરમાં બંધ કરીને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરનારા યુવકનું જ ગંભીરપણે દાઝી જતા મોત નિપજ્યું હતું. પાડોશીની સતર્કતાને લીધે તેની પત્ની, સાસુ સહિત ચાર જણનો જીવ બચી ગયો હતો.

ઉલ્હાસનગરમાં રહેતા બાબુરામની પુત્રી પૂનમના લગ્ન ચાર વર્ષ અગાઉ કૌપરખેરણેના તુષાર સાથે થયા હતા. તેમને બે વર્ષની પુત્રી છે. દારૃના નશામાં તુષાર દરરોજ મારપીટ કરતો હોવાથી પૂનમ પિયરે જતી રહી હતી. પણ તુષાર પિયરે જઈને પત્ની અને સાસુ-સસરાની સાથે પણ ઝઘડો કરતો હતો. આથી અગાઉ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

ગઈકાલે રાતે તુષાર દારૃના નશામાં પિયરે આવ્યો હતો. તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પછી ઘરમાં કબાટ, ચાદર, ગાદલા અને અન્ય સામાનને આગ લગાડી પત્ની પૂનમ, સાસુ રમાબાઈ સહિત ચાર જણને સળગાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે બૂમાબૂમ કરતા પાડોશી મદદે આવ્યા હતા. તેમણે ચારે જણને ઘરમાંથી બહાર કાઢીને બચાવી લીધા હતા. પણ આગમાં દાઝી જતા તુષારનું મોત થયું હતું.

Post Comments