Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાગઠબંધન બને તેવી ભાવના માત્ર નેતાઓની જ નહીં, જનતાની પણ છે: રાહુલ ગાંધી

- રાહુલ ગાંધીએ મુંબઈમાં પત્રકાર પરીષદમાં સરકારને પણ નિશાને લીધી

મુંબઈ, તા. 13 જૂન 2018, બુધવાર

લોકસભા-2019માં ભાજપની વિજયકૂચને રોકવા માટે રાહુલ ગાંધી વિરોધ પક્ષને સાથે કરવામાં જોડાઈ ગયા છે.

આજે મુંબઇમાં તેમણે મોદી સરકાર પર રાહુલ ગાંધીએ મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા વિપક્ષી દળનું મહાગઠબંધન બને, આવી ભાવના માત્ર નેતાઓની નહીં પરંતુ જનતાની પણ છે. તેમણે કહ્યું, કોંગ્રેસ આ અવાજને એક સાથે લાવવાના પ્રયત્નો કરી રહી છે અને કામ ચાલી રહ્યું છે.

પત્રકાર પરીષદમાં તેમણે વાતચીત કરતા જણાવ્યું કે, આવી ભાવના માત્ર ભાજપ વિરોધી રાજકીય પક્ષોની નથી પરંતુ જનતાની પણ છે કે મહાગઠબંધન બને જે ભાજપ, આરએસએસ અને વડાપ્રધાન મોદીનો મુકાબલો કરી શકે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદી અને ભાજપ દેશની બંધારણીય સંસ્થાનો પર હુમલાઓ કરી રહ્યાં છે, લોકો સામે સવાલ છે કે તેમને કેમ રોકવામાં આવે.

તેમણે પેટ્રોલ-ડિઝલ મુદ્દે કહ્યું કે, વિરોધ પક્ષ વડાપ્રધાન મોદી પાસે પેટ્રોલ અને ડિઝલના ભાવોને GST હેઠળ લાવવા કહ્યું છે પરંતુ તેમને તેમાં રસ નથી. નોટબંધી દ્વારા મુંબઇ પર હુમલો કરવામાં આવ્યો. અહીં નાના ઉદ્યોગકારો, વ્યવસાયિકો છે. તેમના પર ગબ્બર સિંહ ટેક્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો. સમગ્ર દેશ દુ:ખી છે. નાના ઉદ્યોગકારો દુ:ખી છે અને અમે તેમના માટે લડીએ છીએ.

Post Comments