Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈમાં પેટ્રોલનો ભાવ આસમાને પહોંચ્યો

- સમગ્ર દેશના અન્ય શહેરો કરતાં

- વાહનધારકોમાં નારાજગી વ્યાપી સરકાર વિરુદ્ધ ચોફેર ટીકા

( પ્રતિનિધિ દ્વારા)        મુંબઈ,તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
છેલ્લાં ૩ વર્ષનો સૌથી ઊંચો ભાવ પેટ્રોલમાં  આજે મુંબઈમાં થયો હતો.  મુંબઈમાં આજે પેટ્રોલનો   ભાવ ૮૧.૭૫ રૃપિયા લીટર થતાં  મુંબઈના વાહનધારકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.  એટલું  જ નહીં  લોકોમાં ભાજપ સરકાર તરફ નારાજગી વ્યાપી છે. અને વિપક્ષો હવે સરકાર તરફ ઈંધણના  ભાવના મામલે આડે હાથ લેવા કમર કસી રહ્યા છે.

નવાઈની વાત એ છે કે સમગ્ર દેશ કરતાં માત્ર મુંબઈમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ ગત કેટલાક દિવસોથી  બુલેટ ટ્રેન  પ્રમાણે વેગ  વધી રહ્યો છે. દેશમાં રોજેરોજ  ભાવો સવારે નક્કી કરાય છે.

મુંબઈમાં  આજે પેટ્રોલની કિંમત ૮૧.૭૫ રૃપિયા જેટલી પહોંચી ગઈ હોવાથી  કેટલાક પેટ્રોલ પમ્પ  પર વાહનધારકો તેમજ પેટ્રોલ પમ્પના  માલિકો તથા કર્મચારી સાથે ચકમક ઝરતી હોવાનું જોવા મળ્યું  હતું.
જાણવા મળ્યું છે કે  પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને  પહોંચી જતાં પાછલા બારણે મોટા અને આક્રોશથી બચવાથી સરકાર પીછેહઠ કરવાના મૂડમાં છે.

૧ જુલાઈથી ૧૩ સપ્ટેમ્બર ધુધી  પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૬૩.૯૦ રૃપિયાથી વધીને   ૮૧.૭૫ રૃપિયા  સુધી પહોંચી ગયો  છે. ભાવમાં  થયેલા ધરખમ વધારાથી  સરકારની  ચોફેરથી ટીકા થવા  લાગી છે.

ઓઈલ કંપનીઓને ૧૯ ઓકટોબર ૨૦૧૪ના રોજ પેટ્રોલ-ડિઝલનો દર નક્કી કરવાનો અધિકાર આપ્યો હતો તે વેળા દિલ્હીમાં  પેટ્રોલની કિંમતમાં  કેન્દ્ર અને રાજ્ય સરકારની કુલ કરવેરાની  ભાહગીદારી  ૩૧ ટકા હતી. જે અત્યારે  બાવન ટકા સુધી પહોંચી  હોવાનું ઓઈલ કંપનીનું કહેવું છે. આ પ્રમાણે  ડિઝલની કિંમતમાં  કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારી ૧૯ ઓકટોબરના રોજ ૧૮ ટકા હતી. જે આજે વધીને ૪૫ ટકા સુધી પહોંચ્યો છે.

પેટ્રોલ અને ડિઝલ પર રાજ્યે સૌથી વધુ કરવેરો વસુલ કરે છે. મોદી સરકાર આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે  કાચા ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. પણ સરકાર તેના પર અનેક વેળા  એક્સાઈઝ ડયુટી વધારી છે.

કેન્દ્ર સરકાર એક લિટર પેટ્રોલ પર ૨૪.૧૮ રૃપિયા એક્સાઈઝ ડયુટી લગાડે છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર  દ્વારા ૨૭ ટકાથી  વધારીને ૪૦ ટકા વેટ વસુલ કરાય છે. એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Post Comments