Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રેનમાં પ્રવાસીના નસકોરાથી કંટાળેલા અન્ય પ્રવાસીઓએ તેની ઊંઘ 'હરામ' કરી નાંખી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

પ્રવાસીને લીધે અન્ય પ્રવાસીઓને ત્રાસ અનેક વખત થતો હોય છે. એલટીટી(લોકમાન્ય ટિળક ટર્મિનસ)થી રવાના થયેલી પવન એક્સપ્રેસમાં પ્રવાસીએ અન્ય પ્રવાસીઓને આખી રાત જગાડયા હોવાનો હાસ્યાસ્પદ બનાવ બન્યો હતો. લોકમાન્ય ટિળક ટર્મિનસથી ઘારબંગા નીકળેલી પવન એક્સપ્રેસમાં રામચંદ્ર નામના પ્રવાસીને અન્ય પ્રવાસીઓએ વહેલી સવારે ચારથી સાંજ સુધી સૂવા દીધુ નહોતુ.

એ વખતે બોગીમાં અંદાજે ૧૦ પ્રવાસીઓ હતા. રામચંદ્રના નસકોરાના અવાજને લીધે અન્ય પ્રવાસીઓને ત્રાસ થઈ રહ્યો હતો. તેમની ઉંઘ બગડી હતી. જેના લીધે પ્રવાસીઓએ તેમની સામે વાંધો ઉઠાવ્યો હતો અને પ્રવાસીને શિક્ષા આપી હતી. બોગીમાં થયેલી ધમાલ બાદ ટિકિટ ચેકર ગણેશ વીરા ત્યાં પહોંચ્યા હતા.

પ્રવાસીઓની ઉંઘ બરાબર ન થઈ હોવાનુ દેખાઈ આવ્યુ હોવાનું અન્ય પ્રવાસીઓને લાગ્યુ હતું. પરંતુ નસકોરાને લીધે રામચંદ્ર પર કાર્યવાહીની માગણી પ્રવાસીઓએ કરી હતી. આખરે વહેલી સવારે ચારથી સાંજ સુધી રામચંદ્રને સૂવા દીધુ નહોતુ.  જેના લીધે અન્ય પ્રવાસીઓને શાંતિથી ઉંઘ આવી હતી. નસકોરાને લીધે સહપ્રવાસીઓને ત્રાસ થાય છે, જેથી અનેક વખત ઝઘડા થતા હોવાનું ટીસીએ જણાવ્યું હતું.

Post Comments