Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેલમાં ચીની નાગરિકના થયેલા મૃત્યુ પ્રકરણે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ અપાયો

- ગોરેગામ એક્ઝિબિશનમાં હીરાની ચોરી પ્રકરણે એરપોર્ટથી બંને પકડાયેલા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ગયા મહિને થાણે જિલ્લામાં અદાલતી કસ્ટડીમાં ચીનના નાગરિકના તયેલા મૃત્યુ પ્રકરણે મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરાવવાનો જિલ્લા પ્રશાસને આદેશ આપ્યો છે.

થાણે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) જિયાંગ ચાંગક્યુઈંગના બીજી સપ્ટેમ્બરે થયેલા મૃત્યુ પ્રકરણે તપાસ હાથ ધરશે.હીરાની ચોરીના કેસમાં ૪૮ વર્ષના ચીની નાગરિકને અદાલતી કસ્ટડી હેઠળ જેલમાં બંધ રખાયો હતો.

જિયાંગ અને અન્ય ચીની નાગરિક ડેેન્ગ ઝીઓબો (૪૫)ની પહેલી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.તેમણે ગોરેગામમાં એક પ્રદર્શન કેન્દ્રમાંથી રૃ.૩૬.૫ લાખના બે હીરાની ચોરી કરી હોવાનો આરોપ હતો.

૨૯ ઓગસ્ટે ડેન્ગ સાથે જમતી વખતે જિયાંગ ઓચિંતો ઢળી પડયો હતો. થાણે પાલિકા હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

બંને જણ ૩૦ જુલાઈએ એક્સિબિશન માટે મુંબઈ આવેલા. સીઆઈએસએફના જવાનોએ બંનેને ૩૧ જુલાઈના રોજ જાપાનમાં ઓસાકાની ફ્લાઈટ પકડવા પહેલાં જ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડયા હતા.
 

Post Comments