Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવસેનાએ ભાગવત અને સ્વામીનાથનના નામ સૂચવ્યા: શાહનો મોળો પ્રતિસાદ

- રાષ્ટ્રપતિપદના ઉમેદવાર મુદ્દે અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે ચર્ચા

- રાષ્ટ્રપતિપદની ચૂંટણીના મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે આંતરવિગ્રહ

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.18 જૂન, 2017, રવિવાર
 
એનડીએના ઘટક દળ હોવાથી અને કેન્દ્ર અને રાજ્યની સત્તામાં સામેલ હોવાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેની માતોશ્રી જઈને મુલાકાત  લેવાની એક ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી.  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને પ્રદેશ ભાજપના  અધ્યક્ષ સાંસદ રાવ સાહેબ દાનવે પાટિલ તેમજ યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે અમિત શાહ અને  ઉધ્ધવ ઠાકરેની મુલાકાત સમયે હાજર રહ્યા હતા. 
 
રાષ્ટ્રપતિપદની ચૂંટણીના મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે આંતરવિગ્રહો હોવાનું જાણવા મળે છે. નવી દિલ્હીમાં બે અઠવાડિયા પહેલા એનડીએની બેઠકમાં બધા ધટકદળોએ વડા પ્રધાન  નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ વ્યકત કરીને રાષ્ટ્રપતિપદની  ચૂંટણી માટે ઉમેદવારનું નામ નક્કી કરવાનો અધિકાર વડા પ્રધાન મોદીને  આપવામાં આવ્યો હતો. આ અધિકાર આપવાના  પ્રસ્તાવને શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ હાજર રહીને સમર્થન પણ આપ્યું હતું પછી હવે મોહન ભાગવત અને સ્વામીનાથનના નામો આગ૮ળ કરીને ઉધ્ધવ ઠાકરે ફરી ગયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલુ થઈ ગઈ છે.
 
ઉધ્ધવ ઠાકરેએ આ સમયે અમિત શાહ સાથે  સવા કલાક ચર્ચા કરી અને રાષ્ટ્રપતિ પદ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક મોહન ભાગવતના નામનો આગ્રહ કર્યો. મોહન ભાગવતના નામ પ્રત્યે કોઈને વાંધો હશે તો પછી હરિત ક્રાંતિના પુણેના એમ.એસ.સ્વામીનાથનના નામનો   એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વિચાર  કરવામાં આવે એવું પણ ઉધ્ધવે અમિત ભાઈને જણાવ્યું. અલબત્ત, માતોશ્રીથી પાછા ફરતા અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસના ચહેરા ઉપર સમાધાનકારક ચર્ચા થઈ ના હોવાનું જાણવા મળે  છે.
 
રાષ્ટ્રપતિ પ્રણવદા મુખરજીનો કાર્યકાળ ૨૪  જુલાઈ ૨૦૧૭ના દિવસે પૂર્ણ થાય છે અને નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૭ જુલાઈ ૨૦૧૭ના દિવસે લેવાની ભારત ચૂંટણી પંચ તરફથી જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ તરફથી જે ઉમેદવાર રાષ્ટ્રપતિ પદ માટે નિશ્ચિત કરશે એવું જીતવું લગભગ નિશ્ચિત છે પણ એનડીએનો ઘટક તરીકે શિવસેના પાસેના ૨૫૦૦૦ મતોની આ ચૂંટણી માટે જરૃરી હોવાથી અમિત શાહ આ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ૩ દિવસની મુંબઈની મુલાકાતે આવ્યા છે.
 
આજે  આ મુલાકાતનો છેલ્લો દિવસ હતો અને આજે સવારે  આશરે સાડા દસના દરમિયાન અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, રાવ સાહેબ દાનવે પાટિલની ગાડીઓ  માતોક્ષી, કલાનગર, વાંદરા (પૂર્વ) આ ઠેકાણે આવો અને શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે, યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરેની મુલાકાત કરી.  શિવસેના અને ભાજપ આ બન્ને પાર્ટીના પ્રમુખોની   મુલાકાતની ફોર્માલિટી પૂર્ણ થઈ આ ચર્ચામાં  રાષ્ટ્રપતિ પદ ચૂંટણી, ખેડૂતોની દેવા માફી, સરકાર (કેન્દ્ર અને રાજ્ય)નો પરફોર્મન્સ આ પ્રત્યે પણ વિગતવાર ચર્ચા થઇ હોવાનું  જાણવા મળે છે પણ  અમિતભાઈનો ઉધ્ધવ ઠાકરેને મોળો પ્રતિસાદ મળ્યો હોવાની ચર્ચા છે.
 
અલબત્ત, શિવસેનાએ આ પહેલા પણ રાષ્ટ્રપતિ પદ ચૂંટણીમાં યુતિના પાટિલ, પ્રણવ મુખરજી, ટી.એન.શેષન આ ઉમેદવારોને  સમર્થન આપ્યું હતું આ ત્રણે ઉમેદવારો એનડીએના ના હતા. અને ભલે અટલ બિહારી વાજપેયીના જમાનાથી શિવસેના એનડીએનો ઘટકદળ હશે તો પણ તેમણે આપણા  બિગ એનડીએના ઉમેદવારોને સમર્થન  આપીને   અમે અલગ  છીએ એ દાખવી દીધું હતું. 
 

Post Comments