Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શરદ પવારે સોનિયા ગાંધીનો પ્રસ્તાવ ઠુકરાવ્યો: એનસીપીના પ્રવકતા

- રાષ્ટ્રપતિપદના ઉમેદવારની ઓફર

- ભાજપના ઉમેદવારને હરાવવાની કોંગ્રેસની ચાલ નિષ્ફળ રહી

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 18 મે, 2017,  ગુરૂવાર
 
નવી દિલ્હીના રાયસોના હિલ્સ ઉપર રાષ્ટ્રપતિ પ્રણવદા મુખરજીનો અનુગામી કોણ  હશે એની ચર્ચા જોરશોરથી આગળ વધી રહી છે   અને ત્યાં જ  ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના  અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ  એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્ર  માજી કેન્દ્રીય  શરદ પવાર પાસે  રાષ્ટ્રપતિ પદની ઉમેવારી નોંધાવવા માટે  પ્રસ્તાવ રજૂ કર્યો હતો પણ શરદ પવારે એ પ્રસ્તાવ ફગાવી દીધો હોવાની જાણકારી એનસીપીના મુખ્ય પ્રવકતા નવાબ મલિકે પત્રકારોને આપી.
 
શરદ પવાર જો વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનશે તો 'મરાઠી માણૂસ' તરીકે શિવસેના એનડીએમાંથી બહાર આવીને એમના ૨૫૦૦૦ મતો પવારના ત્રાજવામાં નાંખી શકશે, એવો દાવ કોંગ્રેસ અધ્યક્ષાએ નાંખવાનો નક્કી કર્યો પણ એ મરાઠા નેતાએ ફગાવી દીધો હોવાની ચર્ચા છે.
 
નીતિશકુમાર, લાલુપ્રસાદ, મુલાયમ સિંહ, મમતા બેનર્જી સાથે દક્ષિણ ભારતના નેતાઓને   એક છત્રછાયામાં લાવીને ભાજપને રાષ્ટ્રપતિ પદ ચૂંટણીમાં મજબુતીથી ટક્કર આપવાનો ઈરાદો સોનિયા ગાંધીએ વિચાર્યો અને ટૂંક સમય પહેલા નવી દિલ્હીમાં  સોનિયાજીએ  શરદ પવારને પ્રણવ મુખર્જીના અનુગામી બનવાની મહેચ્છા દાખવી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી પ્રતિષ્ઠાની  કરી હોવાથી અને મોદી  જેને આગળ લાવશે એ જ રાષ્ટ્રપતિ બની શકશે, એવી ખાતરી હોવાથી  શરદ પવાર સાવધાનીથી પગલા ભરતા દેખાઈ   રહ્યા હોવાની ચરાચા છે. એટલે જ  પવારે સોનિયાનો પ્રસ્તાવ ફગાવી દીધો.
 
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં શરદ પવાર ઉમેદવારી કરશે નહીં  એવી એનસીપીની સ્પષ્ટ ભૂમિકા  હોવાનું  નવાબ મલિકે  જણાવ્યું . નવાબ ભાઈએ  શિવેસનાની ભૂમિકા ઉપર પણ હુમલો કર્યો સત્તામાં  પણ રહેવું અને માત્ર વિરોધ કરવો એવી ડબલ નીતિ  શિવસેનામાં  છે, આજ શિવસેનાનો રાજકીય સ્વાભિમાન  હોવાનો  ટોણો પણ નવાબભાઈએ માર્યો.
 
 

Post Comments