Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેબીના કેસની સુનાવણીમાં ગેરહાજર રહેવા સહારાના ચીફે આપેલું મેડિકલ સર્ટિફિકેટ કોર્ટે ફગાવ્યું

- વિશેષ કોર્ટે ડોક્ટરને આગામી સુનાવણીમાં હાજર રહેવા નોટિસ આપી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કરેલા ૨૦૧૨ના કેસમાંથી મુક્તિ માટે સહારા રિઅલ એસ્ટેટ કોર્પોરેશન અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને અરજી કરી છે. કેસમાં સહારાએ નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ સેબીએ કર્યો છે.
 
વિશેષ કોર્ટમાં બંને કંપનીઓ અને સહારાના ચીફ સુબ્રતો રોય સહિતના ડિરેક્ટરો સામેના આરોપ વિશે દલીલ થવાની હતી, પણ રોયે નાદુરસ્ત તબિયતનું કારણ આપીને હાજર રહેવાનું ટાળ્યું હતું. તેમના વકીલ અશોક સરોગીએ અરજી કરીને કોર્ટમાં આવવામાંથી મુક્તિની દાદ માગી હતી. કોર્ટે જોકે રોયે આપેલા ડોક્ટરના પ્રમાણપત્રની સચ્ચાઈ સામે સવાલ કરીને અરજી ફગાવી દીધી હતી. 
 
કોર્ટેે ડોક્ટરનો નોટિસ મોકલાવીને સાત જૂને આગામી સુનાવણી પર હાજર રહેવા જણાવ્યું છે. દરમ્યાન સરોગીએ કંપની અને ડિરેક્ટરોને કેસમાંથી મુક્ત કરવાની અરજી કરી છે. બેવડી કાર્યવાહીનું કારણ ધરીને આ અરજી કરવામાં આવી છેે. આ જ આરોપોને લઈને દિલ્હીમાં પણ કેસ ચાલી રહ્યો છે. કંપની કે વ્યક્તિ સામે એક જ ગુના માટે બે વાર કેસ ચાલી શકે નહીં. એવી દલીલ કરવામાં આવી છે. 
 
નવેમ્બર ૨૦૧૨માં સેબીએ સહારા સામે ૨૦૦૯મા ંજનતાને સંપૂર્ણરીતે કન્વર્ટ કરી શકાય એવા ડિબેન્ચરો જારી કર્યા હતા જે સેબીના કાયદાનો ભંગ છે. 

Post Comments