Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ર્વિદેશથી આયાત કરાયેલા બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલો માટે સેલ્સ ટેક્સ ચૂકવવાનો નથી આવતોઃ હાઈકોર્ટ

- મહારાષ્ટ્ર સરકારે માત્ર અમુક ભાગોને નાગપુરના એકમમાં સ્ટોર કરવા માટે લાદેલા સેલ્સ ટેક્સને પડકારેલો

મુંબઈ, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

રશિયા અને ભારત વચ્ચે સંરક્ષણ મંત્રાલયને બ્રમ્હોસ ક્રુઝ મિસાઈલો પૂરા પાડતા સંયુક્તસાહસ બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા. લિ.એ રાજ્ય સરકારને સેલ્સટેક્સ ચૂકવવાનો આવતો નથીકેમ કે તેઓ મિસાઈલોના ભાગો સ્ટોર કરવા નાગપુરમાં એકમનો જ ઉપયોગ કરી રહ્યા છે.

બ્રહ્મોસ એરોસ્પેસે ૨૦૧૫માં કોર્ટમાં અરજી કરીને મહારાષ્ટ્ર સરકારે માત્ર  અમુક ભાગોને નાગપુરના એકમમાં સ્ટોર કરવા માટે લાદેલા સેલ્સ ટેક્સને પડકાર્યો હતો.

અરજી અનુસાર તેઓ રશિયાથી મિસાઈલોની આયાત કરે છે અને તેને આઁધ્ર પ્રદેશમાં તૈયાર કરાયેલા અથવા ખરીદાયેલા અન્યરિહસ્સાઓ સાથે તેેને એસેમ્બલ કરવામાં આવે છે અને ભારતના સશસ્ત્ર દળોને તેનું વેંચાણ કરવામાં આવે છેે.

આયાત કરાયેલા સાધનો નાગપુરના એકમમાં સ્ટોર કરવામાં આવે છેે આના માટે તેલંગણ સરકાર ૧૪.૫ ટકા સેલ્સ ટેક્સ વસૂલે છે કેમ કે તેમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ હૈૈદરાબાદમાં છે.

મે ૨૦૧૫માં આસિસ્ટંટ કમિશનર ઓફ સેલ્સ ટેક્સ, નાગપુરે અરજદારને નોટિસ મોકલીને જણાવ્યું હતું કે આ સાધનો નાગપુરમાં સ્ટો કરાયા હોવાથી અરજદારે રાજ્ય સરાકરને રૃ.૧૧૭.૭૮ કરોડનો ટેક્સ ચૂકવવો  પડશે. અરજદારે તેની સામે હાઈ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.

Post Comments