Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ ઠાકરેના યુતિના પ્રસ્તાવ સ્વીકારવા સેના- ભાજપ તૈયાર નથી

- મનસે તમામ ૨૨૭ બેઠકો લડશે

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઇ, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ગઇકાલે મુંબઇ મહાનગરપાલિકા ચૂંટણી માટે યુતિ માટે પ્રસ્તાવ આવશે તો અવશ્ય વિચાર કરાશે એવું કહીને વાતાવરણમાં ગરમાટો લાવ્યા હતા.

પણ મનસે પ્રમુખે આગળ કરેલા યુતિ પ્રસ્તાવના હાથ ઉપર તાળી મારવા શિવસેના અને ભારતીય જનતા પાર્ટી બન્ને પાર્ટીઓ તૈયાર નથી એવું જાણવા મળે છે. દરમિયાન, મનસે મુંબઇની બધી ૨૨૭ બેઠકો એકલે હાથે લડશે, એવું રાજઠાકરેએ આજે સ્પષ્ટ કર્યું હતું.

રાજ ઠાકરે છેલ્લા ૨૦૧૪ના ચૂંટણી બાદ નિષ્ફળ થતા આવ્યા છે અને એમની પાર્ટીનો ગ્રાફ ધીમે ધીમે નીચે ચાલ્યો છે. મુંબઇ, પુણે, નાશિક આ મહાનગર પાલિકા વિસ્તારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અસ્તિત્વનો સવાલ થયો હોવાનું કહેવાય છે.

આ અસ્તિત્વ ટકાવવા માટે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેના, ભાજપ, કોંગ્રેસ, એનસીપી આ મહત્વની કોઇપણ પાર્ટીઓનું નામ લીધા વગર યુતિનો પ્રસ્તાવ જો કોઇ આપશે તો એનો વિચાર કરવામાં આવશે એમ કહ્યું.

રાજઠાકરેના આ વક્તવ્ય બાદ શિવસેનાપ્ક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મીડિયાએ મનસે સાથે યુતિ કરવા માટે તૈયાર છો કે? આવો સવાલ કરતા ઉદ્ધવે માત્ર હાથ જોડયા અને 'જય મહારાષ્ટ્ર' કર્યું.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મુંબઇ પાંખના પ્રમુખ એડવોકેટ આશિષ શેલારને મનસે સાથે યુતિ કરશો કે? એવું પૂછવામાં આવતા એમણે કહ્યું કે, મનસે સાથે યુતિ કરવા માટેનો કોઇ પ્રશ્ન જ ઉભો થતો નથી. રાજ સાથે ભાજપ નેતાઓની દોસ્તી છે એના તરફ ધ્યાન દોરવામાં આવતા આશિષ શેલારે દોસ્તી એક તરફ અને રાજનીતિ બીજી તરપ એવો જવાબ આપ્યો.

એકલા ચલો રે નો નાટો રાજ ઠાકરેનો કાયમ : મનસે ૨૨૭ બધી બેઠકો લડશે
દરમિયાન, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી એકલે હાથે લડશે અને બધી ૨૨૭ બેઠકો ઉપર મનસેના ઉમેદવારો ઉભા રહેશે, એવું મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આજે સ્પષ્ટ કર્યું.

Post Comments