Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પિતા પાસે રહેવા માગતા સગીર પુત્રે કોર્ટમાં રોકકળ કરી મૂકી

- પરંતુ માતા તેનો કબજો લઈને જતી રહી

- ફેમિલી કોર્ટે માતાને કબજો સોંપવા છતાં પિતા તેને લઈને નાસી ગયેલો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
પિતા સાથે રહેવા માગતો સગીર વયનો પુત્ર બોમ્બે હાઈકોર્ટમાં ધૂ્રસકેને ધૂ્રસકે રડી પડતાં લાગણીસભર દ્રષ્યો સર્જાયા હતા. ફેમિલી કોર્ટે તેની કસ્ટડી તેની માતાને આપી છે અને તે પોતે પિતા સાથેરહેવા માગે છે.
 
ન્યાયમૂર્તિ આર. વી. મોરે અને શાલિની ફાંસળકર જોશીની ડિવિઝન બેન્ચ સમક્ષ ૨૮ વર્ષની મહિલાએ કરેલી હેબીયસ કોર્પસ અરજીની સુનાવણી ચાલી રહી હતી. અરજીમાં મહિલાએ તેના પૂર્વ પતિને કોર્ટ સમક્ષ છ વર્ષના બાળક સાથે હાજર રહેવાનો નિર્દેશ આપવાની દાદ માગી હતી.
 
મહિલાના જણાવ્યા અનુસાર ૨૦૦૬માં તેના લગ્ન થયા હતા અને ૨૦૧૦માં તેને પુત્ર થયો હતો. ડિસેમ્બર ૨૦૧૪માં યુગલે છૂટાછેડા લીધા હતા અને પુત્રનો કબજો તેની માતાને અપાયો હતો કેમ કે તે સગીર હતો. 
 
ગયા વર્ષે આઠમી ઓગસ્ટે તેનો પિતા બાળક સ્કૂલમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે બળજબરીથી તેનો કબજો લઈને શહેર છોડીને જતો રહ્યો હતો.મહિલાએ તેના પતિ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી, એમ અરજદારના વકીલ રાજા ઠાકરેએ જણાવ્યું હતું.
 
તપાસમાં જણાયું હતું કે ૩૦ વર્ષનો પિતા તેના બાળકને લઈ વતન સૂરત લઈ ગયો હતો પણ પોલીસ તેને શોધી શકી નહોતી. મહિલા ત્યારબાદ હાઈ કોર્ટમાં ગઈ હતી. પિતા તેના પુત્ર સાથે આજે કોર્ટ સમક્ષ હાજર થયો હતો.
 
ફેમિલી કોર્ટે બાળકનો કબજો માતાને આપ્યો હોવા છતાં પણ બાળકને લઈ જવા બદલ કોર્ટે પિતાને ઠપકો આપ્યો હતો. બેન્ચે પિતાને આદેશ આપ્યો હતો કે કોર્ટની બહાર નીકળવાની સાથે બાળકનો કબજો તેની માતાને સોંપી દેવામાં આવે. કોર્ટે અરજીનો નિકાલ કરી દીધો હતો.
 
જોકે જ્યારે માતાએ બાળકનો કબજો લેવાનો પ્રયાસ કર્યો કે તરત જ બાળક જોરજોરથી રડવા લાગ્યો હતો અને તેનેે પિતા પાસે રહેવું છે માતા પાસે નહીં એમ બૂમો પાડવા લાગદ્યો હોત. કોર્ટે યુગલને કોર્ટની બહાર જવા કહ્યું અને માતા છેવટે રડતા બાળકને સાથે લઈને જતી રહી હતી.

Post Comments