Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઈસીજેના ચુકાદા બાદ પાકિસ્તાનના આગામી પગલાં પર નિષ્ણાતોની મીટ

- કુલભૂષણ જાધવ કેસ

- પાકના આંતરિક સમીકરણો બદલાય તેવી જોવાતી સંભાવના

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
કુલભૂષણ જાધવની ફાંસી પર ઈન્ટરનેશન કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)એ સ્ટે આપતાં દેશમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છેે, તેવામાં પાકિસ્તાન હવે અ ાકોર્ટના આદેશને માન્ય રાખીને તેનો અમલ કરશે કે નહીં એ સવાલ સતાવી રહ્યો છે.
 
આંતરરાષ્ટ્રીય કાયદાના તજજ્ઞા વકીલોના જણાવયા અનુસાર પાકિસ્તાને આઈસીજેના આદેશનું માન રાખવું જ પડશે અથવા વિએના કરારના સભ્યદેશો તરફથી તેેને જડાકારો સહન કરવો પડશે. ભારતે પાકિસ્તાનના આગામી પગલાં માટે વેઈટ એન્ડ વોચ કરવું પડશે.
 
ઈન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસરેના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં આ ચુકાદાને લીધે ઘણી આંતરિક ઉથલપાથલ થશે કેમ કે વિપક્ષોએ નવાઝ શરીફની સરકારની ટીકા શરૃ કરી દીધી છે. પાકિસ્તાનને કલ્પના પણ નહીં હોય કે ભારત આઈસીજેમાં જશે અને આથી આ તેમનો નવો અનુભવ છે. હવે આની પ્રતિક્રિયા કેવી રહે છે એ જોવાનું રહેશે. પાકિસ્તાની લશ્કર સરકાર પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે કે નહીં. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની ભૂમિકા પણ જોવાની રહેશે.
 
અન્ય તજજ્ઞાએ જણાવ્યું હતું કે આઈસીજેમાં જવાનું ભારતે જોખમ સાથે લીધેલું પગલું માસ્ટરસ્ટ્રોક રહ્યું છે. જો ભારતના વિરોધમાં ચુકાદો આવ્યો હોત તો નાલેશી થઈ હોત, જે હવે વિપરીત થયું છે. પાકિસ્તાન હવે આઈસીજેની ન્યાયીક યોગ્યતામાં છટકબારી શોધશે. 
અન્ય એક નિષ્ણાતે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વકીલે ભાગ લઈને પોતાની બાજુ પણ માંડી હોવાથી હવે પાકિસ્તાન ફાંસીની સજા આપી શકે નહીં. વિએના કરારમાં હસ્તાક્ષર કર્યા હોવાથી પાકિસ્તાનેે આઈસીજેનો આદેશ માનવો જ પડે.

Post Comments