Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માઇક્રો ફ્લડ મોડેલિંગના અભાવે મુંબઇ જળબંબાકાર બન્યું

- ૨૬ જુલાઇ ૨૦૦૫ના વિનાશક પૂર બાદ પાલિકાએ બોધપાઠ લીધો નહી

- વિકાસસીલ દેશોમાં આવી સુવિધા ઉપલબ્ધ હોવાનો નિષ્ણાતોનો દાવો

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
વિકસિત દેશોમાં અનેક મોટા શહેરમાં મૂશળધાર વરસાદથી શહેરને બચાવવા માટે ''માઇક્રો ફ્લડ મોડેલિંગ' જેવા પ્રોજેક્ટ અમલમાં લાવ્યા છે. ૨૬ જુલાઇ ૨૦૦૫ના રોજ આવેલા વિનાશકપૂર વખતે શહેરમાં જે ઠેકાણે પાણી ભરાયા હતા ત્યાં માઇક્રોફ્લડ મોડેલિંગના જેવા પ્રોજેક્ટ તૈયાર કરી શકી નહી અને ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ફરી મુંબઇ જળબંબાકાર બની ગયું હતું. એમ નગરસેવકો તથા નિષ્ણાતોનું કહેવું છે.
નેશનલ એનવાર્યમેન્ટલ એન્જિનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટયુટના કહેવા મુજબ ૨૦૦૫માં મુંબઇમાં આવેલા પૂર બાદ મુંબઇ મહાનગર પાલિકાએ બોધપાઠ લીધો નથી. પાલિકાએ માઇક્રો ફ્લડ મોડેલિંગ જેવા પ્રોજેક્ટ અમલમાં લાવ્યા નહિ હકિકતમાં આવા પ્રોજેક્ટની આવશ્યક છે.

માત્ર પાલિકાએ સામાન્ય કામકાજ કર્યું છે. તેમજ બ્રિમસ્ટોવર્ડ પ્રોજેક્ટ હાથ ધર્યો પણ આજ સુધી તેઓ પૂર્ણ કરી શક્યા નથી. વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનમાં અત્યાર સુધી સુધારો કર્યો નથી.
આ સિવાય કચરાની સમસ્યાનો પણ પાલિકા ઉકેલ લાવી શકી નથી. નાળા સફાઇ યોગ્ય રીતે થયા નહિ તે પણ પાણી ભરાવવા માટે કારણ ભૂત છે.

માઇક્રો ફ્લડ મોડેલિંગ એટલે સંપૂર્ણ શહેરમાં અભ્યાસ કરીને જ્યાં નીચાણવાળો વિસ્તાર છે. ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા વિવિધ  યંત્રણનો ઉપયોગ કરવો. નાળા વાટે, પમ્પવાટે અને અન્ય માર્ગે પણ પાણીનું સ્તર વધે નહિ એવી જોગવાઇ કરવાની હોય છે. જે ઠેકાણે પાણી ભરાતું હોય તો ત્યાંથી નાળા કે નદીમાં પાણી છોડવાનું કામ કરવું જોઇએ. આવી માઇક્રો ફ્લેડ મોડેલિંગ શહેરની આવશ્યક્તા છે એમ નિષ્ણાતોનું કહેવું  છે.

Post Comments