Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાળેલા શ્વાનના મૃત્યુથી હતાશ કોલેજિયન યુવકે આત્મહત્યા કરી

- પુણેમાં સંબંધીના છઠ્ઠા માળે આવેલા ફલેટમાંથી નીચે પડતુ મૂક્યું

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

પુણેમાં પાળેલા શ્વાનના મૃત્યુથી માનસિકરીતે પડી ભાંગેલા કોલેજમાં ભણતા ૨૨ વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ કોલેજિયને તેના સંબંધીના છઠ્ઠા માળે આવેલા ફલેટમાંથી કૂદકો મારી જીવન ચૂંટાવી લીધું હતું.

મૃતક યુવક પાસેથી  સ્યુઇસાઇડ નોટ મળી છે. એમાં તેણે શ્વાનના મોતથી હતાશ હોવાની જાણ કરી હતી આમ છતાં પોલીસ અન્ય શક્યતાને ધ્યાનમાં રાખીને પણ કેસની તપાસ કરી રહી છે.

મૂળ છત્તીસગઢનો રહેવાસી ૨૨ વર્ષીય હર્ષવર્ધન બે વર્ષથી પુણેની કોલેજમાં ભણતો હતો અહીં તે કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો. પણ બે દિવસથી તે હડપસર સંબંધીના ઘરે રહેવા ગયો હતો.

પુણેમાં હોવા છતાં હર્ષવર્ધન સિંહને છત્તીસગઢમાં તેના પાળેલા શ્વાન માટે ઘણો પ્રેમ હતો થોડા દિવસ અગાઉ બોસ્કી નામના તેના શ્વાનનું મૃત્યુ થયું હતું. આથી હર્ષવર્ધનસિંહ હતાશામાં હતો.

જેને લીધે તેણે છઠ્ઠા માળે આવેલા ફલેટમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હતી. તેણે અંતિમપગલું ભરતાં પહેલાં સ્યુઇસાઇડ નોટ લખી હતી. 'હું મારા બોસ્કી પાસે જઇ રહ્યો છું, આત્મહત્યા માટે અન્ય કોઇ વ્યક્તિને જવાબદાર ન હોવાનું તેણે સ્યુઇસાઇડ નોટમાં  જણાવ્યું હતું.

હડપસર પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કર્યો છે બીજી તરફ સ્યુઇસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલી બાબતથી જ ખરેખર આત્મહત્યા કરવામાં આવી છે કે કેમ એની ઝીણવટભરી તપાસ થઇ રહી છે.

Post Comments