Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં ખેડૂતોને લોન આપવામાં ડિસ્ટ્રિક્ટ બેન્કોએ હાથ ઊંચા કરી દીધા

- નાણાં ન હોવાનું બહાનું

- આરબીઆઇ રૃા.ત્રણ હજાર કરોડની રદ ચલણી નોટો બદલી આપવા ઇનકાર કરતી હોવાનો બેંકોનો દાવો

મુંબઈ, તા.18 જૂન, 2017, રવિવાર
 
ખેડૂતોને વચગાળાની રૃ.૧૦ હજારની લોન પૂરી પાડવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારે આપ્યો હોવા છતાં અનેક ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેન્ક (ડીસીસીબી) એ લોન વિતરીત કરવાનો ઈનકાર કર્યો છે. આ બેન્કોએ જણાવ્યું હતું કે આવી લોન આપવા માટે તેમની પાસે નાણા નથી. તેમના જણાવ્યા પ્રમાણે તેમની પાસે રદ કરાયેલી રૃ.ત્રણ હજાર કરોડની ચલણી નોટો છે. જેને ભારતીય રીઝર્વ બેન્ક (આરબીઆઈ)એ બદલી આપવાનો ઈનકાર કર્યો હતો.
 
સાત દિવસ અગાઉ, મહારાષ્ટ્ર સરકારે રાજ્યના નોંધાયેલા ૧.૩૭ કરોડ ખેડૂતોની લોન માફ કર્યાનું જાહેર કર્યું હતું. તેણે ખેડૂતોને રૃ.૧૦ હજારની વચગાળાની લોન પૂરી પાડવાનો નિર્ણય કર્યો હતો જેથી ખેડૂતો ખરીફ (ચોમાસા) મોસમ માટેના પાકની વાવણી શરૃ કરી શકે. રૃ.૧૦ હજારની વચગાળાની લોન લોન માફી પેકેજના ભાગરૃપ હશે અને તે રકમ આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતા ધરાવતી આખરી લોન માફી સામે સરભર (એડજેસ્ટ) કરવામાં આવશે.
 
આ વચગાળાની લોન આપવા માટે ૧૬ જિલ્લા બેન્કોને સરકારે ઓળખી કાઢી છે. પરંતુ આ તમામ બેન્કોએ અત્યારે તો હાથ ઊંચા કરી દીધા છે. રાજ્યના ભૂતપૂર્વ મહેસૂલ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ વિધાનસભ્ય એકનાથ ખડસેનું જળગાંવ ડીસીસી બેન્ક પર નિયંત્રણ છે.  તેમણે કહ્યું હતું કે તેમની  પાસે ખેડૂતોને વચગાળાની લોન આપવા માટે નાણા નથી. ડીસીસી બેન્કોએ ફક્ત ૫૦ લાખ ખેડૂતોને રૃ.૧૦ હજાર આપવાના છે એમ ધારી લઈએ તો પણ આ રકમ સેંકડો કરોડો રૃપિયાની થાય. જેની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે.

Post Comments