Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિરિયલ બ્લાસ્ટના અપરાધી અબુ સાલેમે યુરોપિયન કોર્ટમાં ધા નાખી

- પોર્ટુગલ પરત મોકલવા અરજ ગુજારી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.18 જૂન, 2017, રવિવાર
 
૧૯૯૩ના ૧૨ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના કેસમાં દોષી પુરવાર થયેલા ગેન્ગસ્ટર અબુ સાલેમે યુરોપીયન કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેણે પોર્ટુગલ પરત મોકલવાની માગણી કરી છે. મુંબઇને ધુ્રજાવી નાખનારા સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પોર્ટુગલથી પ્રત્યાર્પિત કરીને લવાયેલા અંડરવર્લ્ડ ડૉન અબુ સાલેમ અને માસ્ટર માઇન્ડ મુસ્તફા ડોસા સહિતના છ જણને કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે. એક આરોપી  અબ્દુલ કય્યુમને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યો હતો.
 
આ બોમ્બ ધડાકામાં ૨૫૭ જણ માર્યા ગયા હતા. ૭૧૩ જણ જખમી થયા હતા. આને આશે ૨૭ કરોડ રૃપિયાની મિલકતને નુકસાન થયું હતું. આ કેસમાં સોમવારથી સજાની સુનાવણી શરૃ થવાની છે. આ અગાઉ જ અબુ સાલેમે યુરોપીયન કોર્ટમાં પોર્ટુગલ પાછા જવાની અરજી કરી છે.
 
અગાઉ અમૂક શરતોના આધારે સાલેમનું પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં  આવ્યું હતું. આમ હવે સાલેમની સજાને લઇને જાતજાતની ચર્ચા થઇ રહી છે. ભારતમાં ગેરકાયદે કાર્યવાહી કરાતી હોવાની તથા જેલમાં તેને રાખવામાં આવ્યો હોવાની જગ્યાને લઇને પણ સાલેમે ફરિયાદ કરી હોવાનું કહેવાય  છે.

Post Comments