Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વકિલના સ્વાંગમાં રૃ.૨૨.૫૦ લાખની ઠગાઈ કરવાના કેસમાં ૯૩ વર્ષના આરોપીને જામીન

- ૭૩ વર્ષના સહકર્મી પાસેથી કેસ લડવા રકમ લીધેલી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
વકીલના સ્વાંગમાં રૃ.૨૨.૫ ૦ લાખની છેતરપિંડી કરવાના આરોપમાં બોમ્બે હાઈકોર્ટે ૯૩ વર્ષના હોવાનો દાવો કરતા બાળાસાહેબ ચૌધરીને જામીન મંજૂર કર્યા હતા. ફરિયાદી રામચંદ્ર બાફના પણ ૭૩ વર્ષના છે તેઓ ચૌધરી સાથે આવકવેરા ખાતામાં સાથે કામ કરતા હતા. ચૌધરી એડવોકેટ હોવાનું માનીને બાફનાએ તેને કેટલાંક કેસમાં વકીલ તરીકે રોકીને રૃ. ૨. ૫૦ લાખની રકમ ચૂકવી હતી.
 
નાસિકમાં સરકારવાડા પોલીસ સ્ટેશનમાં ચૌધરી સામે બાફનાએ ફરિયાદ નોંધાવી હતી. ચૌધરી સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. હાલ નાસિક જેલમાં બંધ ચૌધરીીએ જામીન માટે અરજી કરી હતી.
 
ચૌધરીના વકીલે કોડેએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમના અસીલ ૯૩ વર્ષના છે, પણ આસિસ્ટંટ સરકારી વકીલ પ્રશાંત જાધવ અને બાફનાએ તેેનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ ૮૩ વર્ષના છે. કોડેએ દલીલ કરી હતી કે તેમના અસીલે રૃ. પાંચ લાખ હાઈકોર્ટનીી રજિસ્ટ્રીમાં જમા કરાવી દીધા છે અને બીજા રૃ. પાંચ લાખ એક સપ્તાહમાં જમા કરાવશે.
 
બાફનાએ પોતે દલીલ કરીને કોર્ટનેે જાણ કરી હતી કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેમને જાણ કરી હતી કે ચૌધરી એડવોકેટ તરીકે તેમની  પાસે રજિસ્ટર નથી અને આથી તેઓ પ્રેક્ટિસ કરી શકે નહીં.
 
કેસના મેરિટનો વિચાર નહીં કરતાં માત્ર અરજદાર અને દાવેદારની વયને ધ્યાનમાં રાખીને તેેમ જ અરજદારે આપેલી ખાતરીને આધારે કેસને ઝડપથી ચલાવવામાં આવશે અને અરજીને માન્ય રાખવામાં આવે છે, એમ ન્યાયમૂર્તિ રેવતી મોહિતે-ઢેરેએ જણાવ્યું હતું.
 
ચૌધરીએ રૃ. ૫૦ હજારની શ્યોરિટી રજૂ કરવાની રહેશે અને નાસિકના પ્રિન્સિપાલ જજને આ કેસ માટે કોર્ટ નિશ્ચિત કરીને ઝડપથી ચલાવીને ત્રણ મહિનામાં નિકાલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે બાફનાને રૃ. પાંચ લાખની રકમમ રજિસ્ટ્રીમાંથી ઉપાડવાની છૂટ આપી છે.

Post Comments