Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવાનું પ્રદુષણ નાથવાનો પ્લાન નહીં કરનારાં સૌથી વધુ શહેરો મહારાષ્ટ્રનાં

- એકશન પ્લાન તૈયાર કરવા કેન્દ્રએ દેશનાં અત્યંત પ્રદૂષિત ૧૦૨ શહેરોને જણાવ્યું હતું

- મહારાષ્ટ્રનાં દસ શહેરો તેમાં નિષ્ફળ

મુંબઇ તા.૧૩ જૂન 2018, બુધવાર

દેશનાં અત્યંત પ્રદૂષિત શહેરોને હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે એકશન પ્લાન તૈયાર કરવા કેન્દ્ર સરકારે જણાવ્યું તેના ત્રણ માસ પછી પણ આમાંના લગભગ એકતૃતિયાંશ શહેરોએ આ પ્લાન તૈયાર કર્યો નથી.
કેન્દ્રના નેશનલ કલીન એર પ્રોગ્રામ (એનસીએપી)ના ભાગરૃપે દેશનાં એકસો અત્યંત પ્રદૂષિત શહેરોને માર્ચમાં ઓળખી કાઢવામાં આવ્યા હતા.

બાદમાં આ સંખ્યા સુધરાઇ ૧૦૨ની કરવામાં આવી હતી.
દેશની સર્વોચ્ચ પ્રદૂષક નિયંત્રક સંસ્થા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૭૧ શહેરોએ એર પોલ્યુશન એકશન પ્લાન તૈયાર કર્યો છે. જ્યારે  ૩૧ શહેરો ૩૦ જૂન સુધીમાં પ્લાનનો મુસદ્દો સુપરત કરે તેવી ધારણા છે.

સીપીસીબીના જણાવ્યા પ્રમાણે હવાના પ્રદૂષણને ઓછું કરવા માટેની યોજના હજુ સુધી સુપરત કરી ન હોય તેવાં સૌથી વધુ દસ શહેર મહારાષ્ટ્રનાં છે તે પછીના ક્રેમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકનાં શહેરો છે.

એકશન પ્લાન તૈયાર ન કર્યો હોય તેવાં મહારાષ્ટ્રના દસ શહેરોમાં અકોલા, બદલાપુર, ચન્દ્રપુર, જળગાંવ, નાગપુર, નાશિક, નવી મુંબઇ, સાંગલી, સોલાપુર અને ઉલ્હાસનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં અમદાવાદનો પ્લાન તૈયાર કરાયો નથી.

સીપીસીબીના મેમ્બર સેક્રેટરી એ. સુધાકરે જણાવ્યું હતું કે મુંબઇ, નવી દિલ્હી, ચેન્નઇ, કોલકાતા અને ગુરુગ્રામ જેવાં મહાનગરો તથા પૂર્વ અને ઇશાન ભારતના મોટા શહેરોએ તેમના પ્લાન તૈયાર કર્યા છે. ઉત્તર તથા મધ્ય ભારતનાં આઠ રાજ્યોએ હજુ આ પ્લાનને  આખરી ઓપ આપવાનો બાકી છે. આ ગતિશીલ પ્લાન છે અને આગામી વર્ષોમાં હવાની ગુણવત્તા સુધરવા સાથે પ્લાન ફેરફારને પાત્ર છે.

Post Comments