Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PNBએ પોલીસને આપેલી માહિતી : PNB કૌભાંડમાં નિરવ મોદીની વધુ ઔરૃ. ૯૪૨ કરોડની છેતરપિંડી બહાર આવી

- CBIએ PNB કૌભાંડની FIRમાં ગુનાઇત વિશ્વાસઘાતનો આરોપ ઉમેર્યો

- સ્વિફટ ઓપરેશનમાં થતી અનિયમિતતા અટકાવવા PNBએ વધુ કડક નિયમો બનાવ્યા

- નિરવ મોદી-મેહુલ ચોક્સીના કૌભાંડનો આંકડો ઔરૃ. ૧૨,૬૩૬ કરોડથી વધીને રૃ. ૧૩,૫૭૮ કરોડ

મુંબઇ, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

નિરવ મોદી છેતરપિંડી કેસમાં વધુ ૯૪૨ કરોડ રૃપિયાની છેતરપિંડી બહાર આવી છે તેમ પંજાબ નેશનલ બેંકે પોલીસને જણાવ્યું છે. ભારતના બેકિંગ ઇતિહાસમાં આ કૌભાંડને સૌથી મોટું ગણવામાં આવે છે.

આ સાથે જ પંજાબ નેશનલ બેંકમાં નિરવ મોદી અને રાહુલ ચોક્સીના કૌભાંડનું મૂલ્ય ૧૨,૬૩૬ કરોડ રૃપિયાથી વધીને ૧૩,૫૭૮ કરોડ રૃપિયા થઇ ગયું છે.

આ દરમિયાન નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે ભાગેડું જવેલર નિરવ મોદીએ ૧૦ માર્ચ, ૨૦૧૧ના રોજ પ્રથમ બેંક ગેરન્ટી મુંબઇમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ બ્રાન્ચમાંથી લીધી હતી. ત્યારબાદ સળંગ ૭૪ મહિના સુધી તેણે વધુ ૧૨૧૨ બેંક ગેરંટી મેળવી હતી.  રાજ્યસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જેટલીએ જણાવ્યું છે કે છેલ્લી એલઓયુ ૨૩ મે, ૨૦૧૭ના રોજ ઇશ્યુ કરવામાં આવી હતી.

ંકૌભાંડગ્રસ્ત પંજાબ નેશનલ બેંકે સ્વિફટ સુવિધાનો દુરુપયોગ અટકાવવા માટે અનેક પગલા લીધા છે. નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન શિવપ્રતાપ શુકલાએ એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

આ સંદર્ભમાં વિદેશમાં સ્થિત ભારતીય બેંકોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. નવા કરાયેલા ફેરફાર મુજબ સ્વિફ્ટ સર્વર(એલટીઇ) રાતે ૧૦ વાગ્યે બંધ થઇ જશે, શાખાઓમાં સાંજે ૬.૩૦ વાગ્યા સુધી જ સ્વિફટ ઓપરેશન કરી શકાશે અને સેન્ટ્રલાઇઝ્ડ બેક ઓફિસમાં સાંજે સત વાગ્યા સુધી જ ટ્રેડ ફાઇનાન્સને મંજૂરી આપવામાં આવી છે.  આ દરમિયાન સીબીઆઇએ આજે મુંબઇ કોર્ટને જણાવ્યું હતું કે તેણે પીએનબી કૌભાંડની એફઆઇઆરમાં ગુનાહિત વિશ્વાસઘાતનો આરોપ દાખલ કર્યો છે.
 

Post Comments