Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં ઉનાળાના ઉકળાટ વચ્ચે સિંધુદુર્ગ, અમરાવતીમાં વરસાદના ઝાપટાં

- મુંબઈમાં તાપમાન વધવાનો સંકેત

- દક્ષિણ કોંકણ, દક્ષિણ - મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ગાજવીજ, તોફાની પવન સાથે વર્ષાનો વરતારો

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી હવામાન ઉપરતળે થઈ રહ્યું છે. એક તરફ રાજ્યમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યો છે ત્યારે બીજીબાજુ કમોસમી વર્ષા થઈ રહી છે. ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસે છે. તો અમુક સ્થળે કરા પણ પડવાની ઘટનાઓ બને છે. હવામાનની આવી થપાટથી રાજ્યમાં ખેતીના પાકને ભરે નુકસાન થઈ રહ્યું હોવાના સમાચાર મળે છે.

આજે સિંધુદુર્ગ અને અમરાવતી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વર્ષા થઈ હોવાના સમાચાર મળે છે. બીજીબાજુ અમુક સ્થળે વીજળી પડવાથી છ (૬) વ્યક્તિનાં મૃત્યુ થયાં હોવાના તથા ગાય-ભેંસ પણ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળે છે.

હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો હતો કે હાલ રાજસ્થાન અને નજીકના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જો કે તે થોડુંક નબળું પડયું હોવાના સંકેતો પણ મળે છે.
બીજીબાજુ આવતા ચાર-પાંચ દિવસ દરમિયાન દક્ષિણ કોંકણ (સિંધુદુર્ગ,રત્નાગિરિ), દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર (સાંગલી, સાતારા, સોલાપુર, કોલ્હાપુર), મરાઠવાડા (લાતુર, પરભણી, નાંદેડ) તથા વિદર્ભ (નાગપુર, અકોલા, યવતમાળ, અમરાવતી)માં અમુક સ્થળોએ ગાજવીજ અને તોફાની પવન સાથે વર્ષા થાય તેવાં પરીબળો છે.

સાથોસાથ ઉત્તર કોંકણ (મુંબઈ, અલીબાગ, રાયગઢ) તથા મધ્ય મહારાષ્ટ્રમાં આવતા ૨૪ કલાકમાં દિવસના તાપમાનમાં ૧.૨ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. મુંબઈમાં આવતા ૪૮ કલાકમાં દિવસનું તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ જ્યારે રાતનું તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે તેવી શક્યતા છે.
આજે ભોકર, માહુર, હડગાંવ અને નીળંગામાં ત્રણ સેન્ટીમીટર, કલમપુરી, મુખેડમાં બે સેન્ટીમીટર જ્યારે રેણાપુર લોહારામાં ૧ સેન્ટીમીટર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.
આજે રાજ્યમાં માલેગાંવ, પરભણી, નાંદેડ, અકોલા સૌથી ગરમ સ્થળો રહ્યાં હતાં. આ ત્રણેય સ્થળોએ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આજે મધ્ય મહારાષ્ટ્રના અહમદનગરમાં મહત્તમ તાપમન ૪૧ ડિગ્રી, નાશિક ૩૯, સોલાપુર ૩૯, પુણે ૩૯, સાંગલી ૩૮ અને સાતારા ૩૮, મરાઠવાડાના ઔરંગાબાદમાં ૪૦ ડિગ્રી જ્યારે વિદર્ભના ચંદ્રપુર ૪૧, અમરાવતી ૪૦, વર્ધા ૪૦, બ્રહ્મપુરી ૩૯, યવતમાળ ૩૯, બુલઢાણા ૩૯ અને નાગપુર ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે મુંબઈના કોલાબામાં મહત્તમ તાપમાન..........ડિગ્રી અને લઘુત્તમ તાપમાન..... ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન.........ડિગ્રી અને લઘુત્તમ તાપમાન.......ડિગ્રી નોંધાયું હતું.

Post Comments