Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી સરકાર ગરીબોને લૂંટી રહી છે : રાહુલ ગાંધીએ મુંબઇની પત્રકાર પરિષદમાં કર્યો આરોપ

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઇ, તા.૧૩ જૂન 2018, બુધવાર

ભિવંરડી, મુંબઇ અને નાગપુર આમ બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે ફરી એકવાર ભાજપ સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર સણસણતી ટીકા કરી હતી. મોદી સરકાર દેશના અમીર લોકો માટે કામ કરી રહી છે.

ગરીબીના પૈસા લૂંટીને અમીરોના ગજવા ભરવાનું કામ કરી રહી છે. અમીરોના લાખો- કરોડના કર્જા/ દેવુ માફ કરવામાં આવતો હોવાનો આરોપ પણ રાહુલ ગાંધીએ કર્યો હતો.

રાહુલ ગાંધીએ આજે સવારે મુંબઇમાં એક પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, દેશના અમુક ગણ્યા, ગાઠયા પૂંજીવતીઓ માટે આ સરકાર કામ કરે છે એમનું કરોડો રૃપિયાનું દેવું માફ કરવામાં આવે  છે. ડો. મનમોહનસિંહ સરકારના કાર્યકાળમાં પેટ્રોલના દામ ૧૪૦ ડોલર બેરલ દીઠ દામ હતા એ દામ આજે ૭૦ ડોલર બેરલ દીઠ છે.

દામ ઓછા થઇને પણ સામાન્ય માણસને એનો લાભ મળતો નથી. હા નાણાં ક્યાં જાય છે/ મોદી સરકાર ગરીબોના ગજવામાંથી નાણા કાઢે છે અને દેશના માત્ર ૧૫-૨૦ અમીરોના ગજવા ભરી રહી છે.  એવો આરોપ પણ રાહુલ ગાંધીએ કર્યો. પેટ્રોલ ડિઝલનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવે એવી અમારી માગણી છે પણ મોદીને એમા રસ નથી, એવું પણ રાહુલ ગાંધીએ કહ્યું.

દેશમાના તમામ વિપક્ષો મોદી અને ભાજપ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધમાં એકત્ર થયા છે. રાજકીય પાર્ટીઓ જ નહીં પણ જનતામાં પણ મોદી સરકારના વિરોધની ભાવના જાગ્રત થઇ છે. એવું પણ રાહુલ ગાંધીએ ઉમેર્યું.

Post Comments