Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદીના પુસ્તક મગાવવાના મામલે કોંગ્રેસની આકરી ટીકા

- મહાપુરુષોની જીવની આધારિત પુસ્તકો મગવવાને સ્થાને

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

પોતાની સંઘટનાનો પૂર્વ ઇતિહાસ સંપૂર્ણ રીતે કાળો હોવાના કારણે અને સરકાર ચલાવવામાં પૂર્ણ રીતે નિષ્ફળ ગયા હોવાથી માનસિક તણાવ હેઠળ રહેલા અને બીજા પ્રત્યે મેલૂમન રાખનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઇતિહાસના પાના પાનાઓમાં મહાપુરુષોના નામો ભૂલવા પાછળ પડયા છે. હવે ભાજપના નેતાઓને માનસિક સારવારની ઘણી જરૃર છે, આવા શબ્દોમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સાંસદ અશોક ચવ્હાણે ટીકા કરી છે.

મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ તરફથી મહાત્મા જ્યોતિ ફૂલે, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર આ મહાપુરુષના જીવન ઉપરની ચોપડીઓ મગાવવાના બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જીવન ઉપરની ચોપડીઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવાનો નિર્ણય લીધો. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી લેવામાં આવેલો આ નિર્ણય એટલે એક જાતનો 'વિનોદ' જ છે.

આવી ઉપહાસગર્ભ શંકા કરીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચવ્હાણે આગળ ઉમેર્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બધા જ ભાજપના નેતાઓ હાલ આત્મસ્તુતીમાં વ્યસ્ત છે  / મગન થઈ ગયા છે. હાલમાં જ ખાદી ગ્રામોદ્યોગ વિભાગના કેલેન્ડર ઉપરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવીને રેટિયો ચલાવતા મોદીનો ફોટો છાપવો, દેશ માટે કોઈ જાતનું યોગદાન નથી એવા દીનદયાલ ઉપાધ્યા જેવા નેતાઓના જીવન ઉપરની ચોપડીઓ ઉપર કરોડો રૃપિયાનો ધૂમાડો ઉડાવ્યો.

Post Comments