Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેટ્રો જરૃરી છે અને લોકોએ બાંધછોડ કરીને ભોગ આપવો પડશે: હાઈ કોર્ટ

- 'પ્રશાસનની ચિંતાથી અમે વાકેફ છીએ પણ રોજ રાત્રે કામને પરવાનગી પણ ન અપી શકાય'

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

મેટ્રો-૩ના પ્રોજેક્ટ પર કાયમી પ્રતિબંધ લાદી શકાયનહીં કેમ કે રસ્તાની ગીચતા દૂર કરવા એ જરૃરી છે અને લોકોએ થોડી બાંધછોડ કરીને  ભોગ આપવો પડશે અને બાઁધકામને લઈને થતી સમસ્યાનો સામનો કરવો પડશે. મુખ્ય ન્યાયમૂર્તિ મંજુલા ચેલ્લુરની બેન્ચ સમક્ષ પ્રોજેક્ટ માટેની બાંધકામ પ્રવૃત્તિને લીધે ધ્વનિ પ્રદૂષણ થતું હોવાનો દાવો કરતી અરજીઓની સુનાવણી ચાલી રહી હતી.

ગયા મહિને હાઈ કોર્ટે ભારે વાહનોનો ઉપયોગ રાત્રિના સમયે કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. એમએમઆરસીએલએ રાત્રિના સમયે ભારે વાહોન બાંધકામ સ્થળે લઈ જવા દેેવાની પરવાનગી માગી હતી. ભારે વાહનો માટે ટ્રાફિક અટકાવવો પડે તેમ છે અને દિવસ દરમ્યાન ટ્રાફિક અટકાવવો યોગ્ય નથી.

કોર્ટે જણાવ્યું હતું કે તે ઓથોરિટીની ચિંતાથી વાકેફ છે અને પ્રોજેક્ટ પૂરો કરવાન ચિંતા છે. કયું કામ રાત્રિના સમયે હાથ ધરવાની આવશ્યકતા છેે અને તેના સમયપત્રક વિશેની વિગત જણાવવા કોર્ટે એમએમઆરસીએલને સોગંદનામામાં જણાવવા નિર્દેશ આપ્યો છે.  અમને તમારી ચિંતાની જાણ છે પણ સાથે જ અમે બધું ચલાવી શકીએ નહીં.

આખુ વર્ષ બધી રાતે કામ કરવાની પરવાનહી આપી શકાય નહીં. કોલેજો અને સ્કૂલોના વિદ્યાર્થીઓ છે અને તેમણે પરીક્ષા માટે તૈયારી કરવાની હોય છે. લોકોએ પણ બાંધ છોડ કરીને ભોગ આપવો પડશે, અમે કાયમીી ધોરણે કામ અટકાવી શકીએ નહીં.

વિકાસને અટકાવી શકીએ નહીં કોઈ સમતોલપણું જાળવવું જરૃરી છે. પ્રોજેક્ટથી રોડની ગીચતા દૂર થશે અને લોકોને લાભ થશે.કોર્ટે આવતીકાલે સુનાવણી મોકૂફ રાખી છે અને એમએમઆરસીએલએ સોગંદનામું રજૂ કરવાનું રહેશે.

Post Comments