Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રના ૨૫ જિલ્લા પરિષદમાં કુલ ૧૫૦૯ બેઠકોમાંથી ૪૦૬ બેઠકો મેળવીને ભાજપે પહેલા નંબરે

- એનસીપી ૩૬૦ બેઠકો સાથે બીજા ક્રમે

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ તા.૨૦ માર્ચ ૨૦૧૭ સોમવાર

આવતીકાલે મહારાષ્ટ્રની  ૨૫ જિલ્લા પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણીઓ થઇ રહી છે આ જિલ્લા પરિષદોમાં કુલ ૧૫૦૯ બેઠકોમાંથી ૪૦૬ બેઠકો હાંસિલ કરીને ભાજપ સૌથી મોખરે રહી છે. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે સત્તાધારી (કેન્દ્ર અને રાજ્યની) શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે 'હાથ' મિલાવ્યો હશે તો પણ આ ચૂંટણીમાં શિવસેના ૨૭૧ બેઠકો જ મેળવી શકી અને ચોથા નંબરે એમને સમાધાન માનવું પડયું છે. જ્યારે એનસીપી ૩૬૦ બેઠકો લઇને બીજા અને ૩૦૯ બેઠકો જીતીને કોંગ્રેસ ત્રીજો સ્થાને આવી છે.

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય જન સંપર્કાધિકારી જગદીશભાઇ મોરેએ જણાવ્યા મુજબ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ૨૫ જિલ્લા પરિષદમાંથી ૧૫૦૯ કુલ બેઠકોમાંથી ઔરંગાબાદમાં માત્ર એક બેઠક મળી છે. અન રજીસ્ટર્ડ પાર્ટીઓને ૯૧ ત્યારે અપક્ષોને ૬૦ બેઠકો મળી છે.

રાયગડ જિલ્લા પરિષદમાં કુલ ૫૪ બેઠકોમાંથી ભાજપને ૩, કોંગ્રેસને ૩, એનસીપીને ૧૨, શિવસેનાને ૧૮ અને શેતકરી કામદાર પાર્ટીને ૨૩ બેઠકો મળી છે. રત્નાગિરી જિલ્લા પરિષદમાં કુલ ૫૫ બેઠકોમાંથી શિવસેનાને ૩૯ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મળી છે જ્યારે આ જિલ્લા પરિષદમાં  ભાજપ એકપણ બેઠક જીતી શકી નથી. એનસીપીને ૧૬, કોંગ્રેસને માત્ર એકજ સીટ મળી છે.

સિંધુદુર્ગમાં કુલ ૫૦ બેઠકો છે અને એમાંથી ભાજપને માત્ર ૬ બેઠકો મળી છે અને ૨૭ બેઠકો જીતીને કોંગ્રેસ  પહેલો નંબર મેળવ્યો છે. અહીં શિવસેનાને ૧૬ બેઠકો અને એનસીપીને માત્ર એકજ બેઠક મળી  છે. નાશિક જિલ્લા પરિષદમાં કુલ ૭૩ બેઠકો છે જ્યાં ભાજપને ૧૫, શિવસેનાને ૨૫, એનસીપીને ૧૮ અને કોંગ્રેસને માત્ર ૮ બેઠકો મળી છે. જળગાંવમાં ૬૭ બેઠકો છે અને અહીં ભારતીય જનતા પાર્ટિને ૩૩ બેઠકો જીતીને પહેલો નંબર હાસિલ થયો છે. એનસીપી ૧૬, શિવસેના ૧૪ અને કોંગ્રેસને માત્ર ૪ બેઠકો મળી છે. અહેમદનગરમાં કુલ ૭૨ બેઠકો છે અને અહીં કોંગ્રેસને ૨૩, એનસીપીને ૧૮, ભાજપને ૧૪, શિવસેનાને ૭ બેઠકો મળી છે.

પુણેમાં ૭૫ બેઠકોમાંથી એનસીપીને ૪૪ બેઠકો જીતીને બાજી મારી છે અને પુણે મહાનગર પાલિકા જીતનાર ભાજપને માત્ર ૭બેઠકો મળી છે. શિવસેનાને ૧૩ અને કોંગ્રેસને ૭ બેઠકો ઉપર સમાધાન માનવું પડયું છે. સાતારામાં કુલ ૬૪ બેઠકોમાંથી એનસીપીને ૩૪ બેઠકો મળી છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસ બન્નેને ૭-૭ બેઠકો મળી છે. શિવસેનાને માત્ર ૨ બેઠકો હાંસિલ થઇ છે. સાંગલીમાં કુલ ૬૦ બેઠકોમાંથી ભાજપને ૨૩, કોંગ્રેસને ૧૦, શિવસેનાને ૩ અને એનસીપીને ૧૪ બેઠકો મળી છે. સોલાપુરમાં કુલ ૬૮ બેઠકો છે જ્યાં એનસીપીને ૨૩, કોંગ્રેસને ૭, ભાજપને ૧૪, શિવસેનાને ૫ બેઠકો મળી છે. કોલ્હાપુરમાં કુલ ૬૭ બેઠકો છે જ્યાં ભાજપને ૧૪, કોંગ્રેસને ૧૪, એનસીપીને ૧૧, શિવસેનાને ૧૦ બેઠકો મળી છે. અહીં બીજા ગઠબંધનને ૧૭ બેઠકો મળી છે.

ઔરંગાબાદ જિલ્લા પરિષદમાં કુલ ૬૨ બેઠકો છે. જ્યાં ભાજપને ૨૨ અને શિવસેનાને ૧૮ બેઠકો મળી છે. અને કોંગ્રેસને ૧૬ અને એનસીપીને ૩ બેઠકો ઉપર સમાધાન માનવું પડયું છે. બીડમાં કુલ ૬૦ બેઠકો જ્યાં એનસીપીને ૨૫, ભાજપને ૧૯, શિવસેનાને ૪, કોંગ્રેસને ૩ બેઠકો મળી છે. નાંદેડ જિલ્લા પરિષદમાં કુલ ૬૩ બેઠકો છે. અને અહીં કોંગ્રેસ ૨૮ બેઠકો જીતીને પહેલા નંબરે આવી છે. ભાજપને ૧૩, એનસીપી અને શિવસેનાને ૧૦-૧૦ બેઠકો મળી  છે. પરભણીમાં કુલ ૫૪માંથી એનસીપીને ૨૪ અને શિવસેનાને ૧૩ બેઠકો મળી જ્યાં ભાજપને ૫ અને કોંગ્રેસને ૬ બેઠકો ઉપર સમાધાન  માનવું પડયું છે. ઉસ્માનાબાદની કુલ ૫૫ બેઠકોમાંથી એનસીપીને ૨૬, કોંગ્રેસને ૧૩, શિવસેનાને ૧૧ અને ભાજપને માત્ર ૪ બેઠકો મળી છે. જાલનામાં કુલ ૫૬ બેઠકોમાંથી ભાજપને ૨૨ એનસીપીને ૧૩, શિવસેનાને ૧૪ અને કોંગ્રેસને ૫ બેઠકો મળી છે. લાતૂર જિલ્લા પરિષદની કુલ ૫૮ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને ૩૭ બેઠકો મળીને સ્પષ્ટ બહુમતી મળી છે અને અહીં કોંગ્રેસને ૧૫, એનસીપીને ૫ અને શિવસેનાને માત્ર એક બેઠક મળી છે. હિંગોલીની કુલ ૫૨ બેઠકોમાંથી કોંગ્રેસ એનસીપીને ૧૨-૧૨ બેઠકો મળી છે. શિવસેનાને ૧૫ અને ભાજપને ૧૦ બેઠકો મળી છે. અમરાવતીમાં કુલ ૫૯ બેઠકોમાંથી કોંગ્રેસને ૨૬, ભાજપને ૧૩, એનસીપીને ૫ અને શિવસેનાને ૩ બેઠકો મળી છે.

યવતમાળમાં કુલ ૬૧ બેઠકોમાંથી ભાજપને ૧૭, કોંગ્રેસને ૧૨, એનસીપીને ૧૧ અને શિવસેનાને ૨૦ બેઠકો મળી છે. બુલડાણામાં કુલ ૬૦ બેઠકોમાંથી ભાજપને ૨૪, કોંગ્રેસને ૧૪, એનસીપીને ૮ અને શિવસેનાને ૯ બેઠકો મળી છે. વર્ધા જિલ્લા પરિષદની કુલ ૫૨ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને ૩૧ બેઠકો ત્યારે કોંગ્રેસને ૧૩ બેઠકો મળી છે. એનસીપી અને શિવસેના બન્નેને બે બે બેઠકો મળી છે. ચંદ્રપુરમાં કુલ બેઠકો ૫૬ છે અને અહીં ભાજપને ૩૩  કોંગ્રેસને ૨૦ બેઠકો મળી છે. શિવસેના અને એનસીપી અહીં ખાતુ પણ ખોલી શક્યા નથી. ગડચિરોલીની કુલ ૫૧ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીને ૨૦, કોંગ્રેસને ૧૫ અને એનસીપીને ૫ બેઠકો મળી છે. શિવસેના અહીં ખાતુ ખોલી શકી નથી

Post Comments