Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીકેસીમાં જગ્યા આપવા મહારાષ્ટ્ર સરકાર તૈયાર

- કેન્દ્ર સરકારના દબાવને લીધે નમતુ જોખવુ પડયું

- આજે ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન પણ હાજરી આપશે

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૨ બુધવાર, સપ્ટેમ્બર 2017
રાજ્ય સરકારે વિરોધ દર્શાવ્યા બાદ પણ કેન્દ્ર સરકાર પોતાના કહેવા પર અટળ રહેતાં બાંદરા-કુર્લા કોમ્પલેક્સની અઢી એકરની જમીન બુલેટ ટ્રેન માટે આપવાની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સરકાર તૈયાર થઈ ગઈ છે.

બીકેસીમાં અઢી એકરની જમીન બુલેટ ટ્રેન સ્ટેશન માટે આપવા રાજ્ય સરકાર મંજૂરી આપી છે. પરંતુ આ નિર્ણયને લીધે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ ધરાવતાં આઈએફએસસી(ઇન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર) માટે મુશ્કેલી આવવાની શક્યતા છે.

બીકેસીની જમીન ટ્રેનના સ્ટેશન માટે આપવાનો રાજ્ય સરકારનો વિરોધ હતો. પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને દબાવ હેઠળ આખરે નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. ૦.૯ હેક્ટર જગ્યા આપવાની મંજૂરી અપાઈ હતી. આ ઉપરાંત પ્રકલ્પમાં સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે પાંચ હજાર કરોડ રૃપિયા ફાળવવાની પણ મંજૂરી અપાઈ હતી.

દરમિયાન ગુરુવારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનું ભૂમિપૂજન થવાનુ છે. તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડા પ્રધાન શિંજો આબેને આમંત્રણ આપ્યુ છે. જાપાનની મદદથી ભારતમાં બુલેટ ટ્રેન દોડશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજરી આપવાના છે.

રાજ્ય સરકારનો વિરોધ કેમ હતો?
બુલેટ ટ્રેન ટર્મિનલ બાંદરા કુર્લા કોમ્પલેક્સ મળે એવી રેલવેની ઈચ્છા હતી. પરંતુ રાજ્ય સરકારે તેના બદલે બાંદરા રેકલેમેશનની જગ્યા આપવાનો પર્યાય આપ્યો હતો. કારણ એમએમઆરડીએ બીકેસીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર બાંધવાની યોજના હતી. આ વાદને લીધે બુલેટ ટ્રેન પ્રકલ્પ ત્રણ વર્ષ બાદ પણ રખડી ગયો હતો.

મહારાષ્ટ્રમાં રાજ્યમાં મંત્રીમંડળની ઉપસમિતિની બેઠકમાં આ પ્રકલ્પ બાબતે રાજ્ય સરકાર ઠામ ભૂમિકા લીધી હતી. રાજ્ય સરકારે હાઇ-સ્પીડ રેલવે કોર્પોરેશને બુલેટ ટ્રેનના અધિકારીઓની સાથે થયેલી બેઠકમાં બીકેસીમાં તેે લઈ જવાનો વિરોધ કર્યો હતો.

રેલવે વિભાગના બુલેટ ટ્રેનના શરૃઆતના સ્ટેશન માટે બીકેસી અન્ડરગ્રાઉન્ટ સ્ટેશન માટે જગ્યા જોઈતી હતી. પરંતુ આઈસીએફસી માટે જગ્યા જોઈતી હોવાથી રાજ્ય સરકારે રેલવેને ધારાવીની જગ્યા માટે ઓફર કરાઈ હતી.પરંતુ હવે રાજ્ય સરકારે જગ્યા આપવા મંજૂરી આપી.

બુલેટ ટ્રેન ક્યારે પૂર્ણ થશે?
ભારતમાં પહેલી બુલેટ ટ્રેન દોડાવવા માટે ૨૦૨૩ની ડેડલાઇન રાખ્વામાં આવી છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨માં ૭૫મા સ્વાતંત્ર્ય દિનને ધ્યાનમાં લઈને શરૃ કરવાનો અમારો પ્રયત્ન નકકી કરીશું એવું રેલવે પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું હતું.

બુલેટ ટ્રેન પ્રકલ્પને લીધે મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોએ પોતાની જમીન ગુમાવવાના ડરે વિરોધ દર્શાવ્યો
મહારાષ્ટ્ર અને ગુજરાતના અંદાજે ૨૪ ઓર્ગેનાઇઝેશને પ્રકલ્પ અંગે નારાજગી દાખવી આગળ આવ્યા

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૩
વડા પ્રધાનના મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનું ગુરુવારે ભૂમિપૂજન છે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ખેડૂતોએ આ પ્રકલ્પનો વિરોધ દર્શાવ્યો છે અને ગામવાસીઓ તહેસીલદારને મળીને પ્રકલ્પનો વિરોધ દર્શાવતો પત્ર આપશે.

૨૪ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલાં ખેડૂતો અને ગામવાસીઓએ આ વિરોધમાં જોડાયા છે. જેમાં ફ્રિટ કોરિડોર મુંબઈ-દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન  મુંબઈ-વડોદરા એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. પ્રકલ્પ મહારાષ્ટ્ર અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારો થાણે, દહાણુ, પાલઘર, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત દાદરા-નગર હવેલીથી પસાર થાય છે.

મહારાષ્ટ્ર આદિવાસી એકતા પરિષદ સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે અમે વિકાસના વિરોધમાં નથી. પરંતુ ગ્રામીણ લોકોના અસર થશે તો અમારો વિરોધ રહેશે. ખેડૂતો અને ગામવાસીઓ પોતાની જમીન ગુમાવશે. આ વિસ્તારમાં મોટા બિલ્ડિંગો, મોલ અને ફેકટરીમાં ફેરવાઈ જશે. પરંતુ અહીં રહેતાં લોકો પોતાની જગ્યા ગુમાવશે.

અન્ય એક એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે દહાણુ, પાલઘર અને તલાસરીના તહેસીલદારને મહારાષ્ટ્રના એક્ટિવિસ્ટો મળવાનુ વિચારી રહ્યા છે અને ગુરુવારે તેમને પ્રકલ્પના વિરોધનો પત્ર પાઠવવામાં આવશે. વલસાડથી અમદાવાદના એક્ટિવિસ્ટો ત્યાંના તહેસીલદારને પત્ર આપશે.

૨૪ ઓર્ગેનાઇઝેશને ગયા મહિને પ્રકલ્પનો વિરોધ કરતો જોઇન્ટ મેમોરેન્ડમ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને મોકલાવ્યુ હતું.  એક એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે જમીન ફ્રિટ કોરિડોર માટે ઉપયોગમાં લેવાશે તો ખેડૂતો પોતાની જમીન ગુમાવશે. બુલેટ ટ્રેન અને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોની જરૃર છે ખરી.

Post Comments