Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતના પાટીદાર આંદોલનની જેમ મહારાષ્ટ્રમાં જોર પકડતું મરાઠા અનામત આંદોલન

- શિવસૈનિકોની દિવાસળીને લીધે આ ચળવળે લીધું દાવાનળનું સ્વરૃપ

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઈ,તા.૧૧ ઓગસ્ટ શુક્રવાર 2017
હાર્દિક પટેલની નેતાગીરી હેઠળ ગુજરાતમાં  પાટીદાર આંદોલન બહુ ગાજ્યું અને એ આંદોલનના કારણે ગુજરાતમાં સતાંતર થયું આનંદીબહેન પટેલ  ગયા અને વિજય રૃપાણી આવ્યા.  અલબત્ત,  પાટીદારો માટે અનામતનો નિર્ણય અધ્ધર છે. જેમ પાટીદારો ગુજરાતમાં સદ્ધર, ખાધેપીધે સુખી છે, એવી રીતે મહારાષ્ટ્રમાં પણ શ્રીમંત ગાડી-ઘોડામાં  ફરનારા મરાઠા નેતાઓએ હવે મરાઠા સમાજને અનામત મેળવવા માટે છેલ્લા ઓગસ્ટથી મહારાષ્ટ્રમાં  જોરદાર આંદોલન ચલાવ્યું અને બરાબર ઓગસ્ટ ૨૦૧૬થી ઓગસ્ટ ૨૦૧૭ સુધીના એક વર્ષમાં મરાઠા ક્રાંતિ મોરચાની ૫૮ મૂક અને વિશાલ માટે  બાદ આ નેતાઓ વગરના આંદોલનના ઝોળીમાં સફળતાનું ફળ આવી ગયું છે. 'એક મરાઠા, લાખ મરાઠા' આવા બેનર હેઠળ આ મરાઠા ક્રાંતિ  મોરચાની શરૃઆત શિવસેનાના ૪ હોદ્દેદારોએ કરી અને બોલબોલતા આ દિવાસળીએ લગાવેલી આગ ફેલાતા ફેલાતા દાવાનળ બની ગયું. ૨૭ જુલાઈ ૨૦૧૬ના દિવસે ઉધ્ધવ ઠાકરેના શિવસેના પક્ષ પ્રમુખના ૪૯માં વર્ષગાંઠના દિવસે ઔરંગાબાદના જિલ્લા પ્રમુખ અંબાદાસ  દાનવે, શહેર પ્રમુખ  બાળાસાહેબ થોરાત, મેયર ત્ર્યંબક તુવે અને નગરસેવક રાજેન્દ્ર જંજાળ આ શિવસેનાના ચાર હોદ્દેદારો મુંબઈ આવ્યા. પક્ષ પ્રમુખને શુભેચ્છાઓ આપ્યા બાદ એક નેતાને ત્યાં બંધ બારણે  બેઠક થઈ અને પછી આ ચાર હોદ્દેદારો ઔરંગાબાદ ગયા અ ને ૧૦૦ કાર્યકર્તાઓની ટીમ બનાવીને  મહારાષ્ટરના બધા જિલ્લાઓમાં  એ મોકલવામાં આવી મરાઠા-ક્રાંતિ મોેરચાનું ગઠન કરવામાં આવ્યું અને ઔરંગાબાદમાં પહેલો મોરચો ૯ ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે કાઢવામાં આવ્યો. એક વર્ષમાં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ૫૭ મોરચા કાઢીનેમૂક મોરચા'નો બુલંદ અવાજ સરકારને કાને પહોંચાડવા  માટે ૯ ઓગસ્ટ ૨૦૧૭નો દિવસ નિશ્ચિત કરવામાં આવ્યો. જબરદસ્ત નેટવર્ક ઊભું કરીને લાખો લોકોનો આ મોરચો બધે જ સફળતાની સીઢીઓ  ચઢતો હતો અને શરદ પવારથી માંડીને બધા મરાઠા નેતાઓની ઉંઘ આ મરાઠા ક્રાંતિ મોરચાએ હરામ કરી દીધી. બધા મરાઠા નેતાઓ માથું ખંજવાળવા માંડયા પણ કોપર્ડીના બળાત્કાર પ્રકતરણનો ઉકેલ લાવવાની માગણીથી અનામત અને બીજી બધી માગણીઓ પડાવી લેવા માટે માત્ર યુવતીઓએ કરેલું નેતૃત્વ સફળ થયું અને સમગ્ર મુંબઈની લાઈફલાઈન ઠપ્પ કરાવીએ વિધાનસભાના ચોમાસુ સત્રમાં મુખ્ય પ્રધાન  દેવેન્દ્ર ફડણવીસને આ બધી માગણીઓ મંજૂર કરાવવા માટે ફરજ પડી હતી.અલબત્ત, મરાઠા અનામતનો  મુદ્દો અદાલતમાં  પડકારવામાં આવ્યો અને અદાલતે  આ પછાતવર્ગ પંચ પાસે સુપરત કર્યો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 'છપ્પર ફાડકે' સુવિધાઓનું  એલાન મરાઠા સમાજ માટે કર્યું.

૧મે ૧૯૬૦ના દિવસે યશવંતરાવ ચવ્હાણના  નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય અલગ કરવામાં આવ્યા બાદ  યશવંતરાવ ચવ્હાણ, શંકરરાવ ચવ્હાણ, વસંતદાદા પાટિલ, બેરિસ્ટર બાબાસાહેબ  ભોંસલે,  શરદ પવાર, નારાયણ રાણે, વિલાસરાવ દેશમુખ, અશોક ચવ્હાણ,  પૃથ્વીરાજ ચવ્હાણ આ બધા મરાઠા મુખ્ય પ્રધાનો હોવા છતા મરાઠા સમાજને અનામત આ સમગ્ર મરાઠા રાજ્યકર્તાઓ આપી શક્યા નહીં. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીની હાર થયા બાદ દોડાદોડ કરીને પૃથ્વીરાજ ચવ્હાણની સરકારે નારાયણ રાણે કમિટીનું  ગઠન કર્યું અને રાણે કમિટીએ ૧૬ ટકા અનામત મરાઠા સમાજને અને ૫ ટકા અનામત મુસલમાનોને એવી ભલામણ કરી આ ભલામણનો સ્વીકાર કરીને પૃથ્વીરાજ ચવ્હાણની નેતૃત્વ હેઠળ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી  ૨૦૧૪ની ઓકટોબરમાં મેદાનમાં ઉતરી પણ લોકસભાનું પુનરાવર્તન થતા કોંગ્રેસ એનસીપી  સત્તાથી બહાર ફેંકાઈ ગયા અને દેવેન્દ્ર ફડણવીસ આ બ્રાહ્મણ  મુખ્ય પ્રધાન બન્યા ત્યારે વિનોદ તાવડે આ મરાઠા પ્રધાન પાસે મરાઠા અનામતનો મુદ્દો સુપરત કર્યો પણ ફડણવીસ સરકારે લીધેલા નિર્ણયને  અદાલતમાં  પડકારવામાં આવ્યો.  આખરે ૫૭ વર્ષ બાદ એક વર્ષમાં મરાઠા ક્રાંતિ મોરચાના ૫૭ મોરચાઓ કાઢવામાં આવ્યા બાદ આ મોરચાને  સફળતા મળી હોવાનું  જાણવા મળે છે.

શિવસેનાના ચાર હોદ્દેદારોએ લગાવેલી પ્રગટાવેલી મશાલ માત્ર એક વર્ષમાં દાવાનળમાં ફેરવાઈ ગયો હોવાનું  લોકોને જોવા મળ્યું. શિવસેના પક્ષપ્રમુખ  ઉધ્ધવ ઠાકરેએ શિવસેના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ શિવસેના મરાઠા અનામત આંદોલનને સમર્થન  આપતી હોવાનું જાહેર કર્યું.  વિધાનસભાના જૂથ નેતા  અને જાહેર બાંધકામ પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ  શિવસેનાના વિધાનસભ્યો  આ મોરચામાં  સામેલ થયા. ત્યારબાદ એવી પણ ચર્ચા સાંભળવા મળે છે કે,  શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે ઈબીસી (ઈકોનોમિકલી બેકવર્ડ કલાસ) લોકોને અનામત  અપાવવાની તરફેણમાં હતા. ખાલી પેટને અનાજ અને ખાલી હાથને કામ એવી સંકલ્પના શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની હતી.  કોઈપણ જ્ઞાાતિ, ધર્મ, પંથના આધારે  અનામત મેળવવાને બાળાસાહેબનો  વિરોધ હતો અને જેની કાબેલિયત હતી તેવાઓને જ બાળાસાહેબ  ઠાકરેએ લોકસભાના અધ્યક્ષ પદથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન,  પ્રધાન વિપક્ષ નેતા, મેયર,  નગરાધ્યક્ષ પદ આવા હોદ્દા ખોભો ભરી ભરીને આવ્યા  બાળાસાહેબની આ ભૂમિકાથી ઉધ્ધવની  શિવસેના બીજા માર્ગે જઈ રહી છે. કેમ? આવી ચર્ચા જાણવા મળે છે.  

ગુજરાતનું હાર્દિક પટેલનું પાટીદાર આંદોલન હજી એ દ્રષ્ટિથી  સફળ થયું નથી અ ને પાટીદારોને  અનામત મળ્યું નથી પણ ૫૭ વર્ષો બાદ મરાઠા સમાજને સફળતા મળી હોવાનું કહેવાય છે.

Post Comments