Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિજય માલ્યાના કિંગફિશર હાઉસને ત્રીજી વાર લીલામ કરવા આરક્ષિત ભાવ ઘટાડાયા

- રૃ.૧૫૦કરોડથી ઘટાડીને હવે રૃ.૮૦ કરોડ કરવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

ઉદ્યોગપતિ વિજય માલ્યાના કિંગફિશર હાઉસની લીલામીના વધુ એક પ્રયાસમાં ઓથોરિટીએ આ વખતે મિલકતની આરક્ષીત કિંમત રૃ. ૮૨ કરોડ રાખી છે. અગાઉ પાંચ પ્રયાસમાં હાઉસનું કોઈ લેવાલ તૈયાર થયું નહોતું.

ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (કર્ણાટક) ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસીસે જાહેરાત બહાર પાડી છે જેમાં જણાવ્યું છે કે કિંગફિશર હાઉસ (કિંગફિશર એરલાઈન્સની મુંબઈ ઓફિસ)નું ૧૯ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા દરમ્યાન ઈ-ઓક્શન કરવામાં આવશે. રસ ધરાવતા બિડરોએ રૃ. ૫૦ લાખ એડવાન્સમાં આપવાના રહેશે, એમ જાહેરાતમાં જણાવાયું છે.

મિલકતનું પહેલી વારનું લીલામ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને અન્ય ૧૭ બેન્કે ગયા વર્ષે માર્ચ મહિનામાં હાથ ધર્યું હતું જેમાં સફળતા મળી નહોતી. એ વખતે બેઝ પ્રાઈસ રૃ.૧૫૦ કરોડ રાખવામાં આવી હતી. ત્યાર બાદ આરક્ષીત કિંમત ઓછી કરીને ગત લીલામીમાં રૃ.૯૩.૫ કરોડ રાખવામાં આવી હતી, પણ એ વખતે પણ કોઈ તૈયાર નહોતું થયું. ૧૧ નવેમ્બર માલ્યાના નવ વાહનોની રૃ.૪૯ લાખમાં લીલામી થઈ હતી.

બ્રિટનથી માલ્યાને ભારત લાવવામાં ભારતીય સત્તાધીશોને વધુ સફળતા મળી નથી. તાજેતરમાં બ્રિટીશ કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણના કેસની સુનાવણીમાં ભારતીય સત્તાધીશોની બે અલગ અલગ વિનંતીને ફગાવવી દેવાઈ હતી.માલ્યાના કેસની આગામી સુનાવણી ૨૦ નવેમ્બરે છે. રૃ. ૯૦૦૦ કરોડ સુધીની લોન ઉદ્યોગપતિએ અનેક બેન્કોને પરત કરી નહીં હોવાનો આરોપ છે.

Post Comments