Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાતની શિફ્ટમાં કામ કરતી મહિલાને સુરક્ષા આપવાનું ફરજિયાત

- દુકાનો, હોટેલ રાતભર ખુલ્લી રાખવાના પ્રસ્તાવને મંજૂરી

- જો ફરિયાદ આવી તો અસ્થાપનમાં મહિલા કર્મચારીઓ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

રાજ્યમાં મહિલા નાઇટ શિફ્ટમાં મંજૂરી આપવામાં આવી છે. માત્ર મહિલા કર્મચારીઓએ તેની પરવાનગીને રાતે સાડા નવ વાગ્યા બાદ સવારે સાત વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પણ મહિલા સુરક્ષા અને લૈંગિક અત્યાચારથી સંરક્ષણ આપવાનું ફરજિયાત કરવામાં આવી છે.

રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાયેલી હોટેલ, રેસ્ટોરન્ટ્સ દુકાન અન થિયેટર્સ હવે અઠવાડિયામાં સાત દિવસ ૨૪ કલાક ખૂલી રાખવાનો માર્ગ મોકળો કર્યો છે. મહારાષ્ટ્ર દુકાન અને આસ્થાપના ખરડાને વિધાનસભાની સાથોસાથ વિધાનપરિષદે પણ મંજૂરી આપવામાં આવી છે. વિધાન પરિષદમાં ખરડાને હોબાળા વચ્ચે મંજૂરી આપવામાં આવી છે. નવા સુધારા અનુસાર મહારાષ્ટ્રના એસ્ટાબ્લિશને બે પ્રકારમાં વિભાજન કરવામાં આવી છે.

દસ કરતાં ઓછા કર્મચારી ધરાવતા અસ્થાપન અને દસ કરતાં વધારે કર્મચારીઓ ધરાવતાં અસ્થાપનામાં એવા બે પ્રકાર છે. દસ કરતાં ઓછા કર્મચારી ધરાવતા અસ્થાપનાએ ખુદે સ્થાનિક નિયામકની કચેરીમાં એક પ્રતિજ્ઞાાપત્ર રજૂ કરીને કાયદામાં નવી જોગવાઈનો ફાયદો લઈ શકશે.પણ જે અસ્થાપમાં દસ કરતાં વધારે કર્મચારીઓ છે. તેઓને પરવાનગી યોગ્ય રીતે છાનભિન્ન કર્યાબાદ તેઓને ૨૪ કલાક ખુલ્લુ રાખવાની પરવાનગી દેવામાં આવશે.

રાતના કામ કરનારી મહિલાઓને તેમના નિવાસ સ્થાનથી આવવાની શરત મૂકવામાં આવશે. જો કોઈની ફરિયાદ આવી તો પરમિટ રૃમ, બાર, સ્પા, મસાજ પાર્લ, હોટેલ અને દુકાનમાં મહિલા કર્મચારીઓ કામ કરવાનો પ્રતિબંધ કરવાની પણ જોગવાઈ છે.

Post Comments