મહારાષ્ટ્રમાં ગત પાંચ વર્ષમાં અનધિકૃત રીક્ષાની સંખ્યામાં ૩૦૦ ટકાનો વધારો નોંધાયો
- પદ માટે અંતિમ પાંચ નામ શનિવારે નિશ્ચિત કરાયા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૫ એપ્રિલ 2018, સોમવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં ૨૦૧૩ની સાલથી પાંચ વર્ષના સમયગાળામાં અનધિકૃત રીક્ષાઓની સંખ્યામાં ૩૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. પરમિટ વિના સંપૂર્ણ રાજ્યમાં ચાર લાખ રીક્ષાઓ ચાલી રહી છે જેમાંની ૪૦,૦૦૦ રીક્ષાઓ માત્ર મુંબઈમાં છે.
માત્ર મુંબઈની જ વાત કરીએ તો અનધિકૃત રીક્ષાની સંખ્યા ૩૩ ટકા સુધી પહોંચી છે. આ રીતે વધતી વાહનોની સંખ્યાને કારણે રસ્તા પર સંકડાશ નિર્માણ થવાનો ડર સતત ટ્રાન્સપોર્ટ નિષ્ણાતોને સતાવી રહ્યો છે. હાલમાં રેલવે સ્ટેશનની બહાર ચાલતી શેર-એ-રીક્ષા તેમજ અન્ય રીક્ષાસ્ટોપને કારણે પ્રવાસીઓને ચાલવામાં મુશ્કેલી થતી હોવાનું વારંવાર જાણવા મળે છે.
રાજ્ય સરકાર હવે અનધિકૃત રીક્ષા અને તેના ચાલકો પર કાર્યવાહી કરવા અંગે પ્રવૃત્ત બની રહી છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ મંત્રીએ દરેક આરટીઓને અનધિકૃત રીક્ષાના ડ્રાઈવરો પર લગામ લાવવા કહી દીધું હોઈ આવા ડ્રાઈવરો પર ભારી દંડ નાંખવા પણ જણાવ્યું છે. ૨૦૧૭માં ટ્રાન્સપોર્ટ મંત્રીએ પરવાના વિના ચાલી રહેલ રીક્ષાઓને 'રેગ્યુલરાઈઝ્ડ' કરી નવા પરવાના મેળવવાનું જાહેર કર્યું હતું. એ સ્કિમ ૩૧, માર્ચ સુધી માન્ય હતી. જેને માત્ર ૨૧૦ અરજીઓ સાથે નબળો પ્રતિસાદ મળ્યો હતો.
મુંબઈ ઓટોરિક્ષા યુનિયનના એક સભ્યના જણાવ્યાનુસાર રસ્તા પર વધુ પડતી રીક્ષાઓ જોવા મળતાં હવે ભાડું નકારવાની ઘટનાઓ ઘટી રહી છે. કારણ વધારે રીક્ષા હોય તો સ્પર્ધા પણ વધી જાય અને ડ્રાઈવરોની કમાણી પર પણ અસર પડે છે. આથી હવે ડ્રાઈવરો ભાડું નકારતાં અચકાય છે. દરમ્યાન એ પણ જાણવા મળ્યું છે કે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જાન્યુઆરી, ૨૦૧૯થી વાહનો માટે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ પણ લાગુ કરવામાં આવી શકે છે.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News