Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં પણ હવે સિનિયર સિટીઝનની ઉંમર ૬૫ ઉપરથી ૬૦ કરવામાં આવી

-સામાજીક ન્યાય પ્રધાન રાજકુમાર બડોલેની જાહેરાત

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઈ,તા.11 જુલાઇ 2018,બુધવાર

કેન્દ્ર સરકારની સિનિયર સિટીઝનની ઉંમર  છે પણ મહારાષ્ટ્રમાં સિનિયર સિટીઝનની ઉંમર ૬૫ હોવાના કારણે મહારાષ્ટ્રમાં આશરે સવા કરોડ સિનિયર સિટીઝનો એમને મળતી સુવિધાઓથી બાકાત રહ્યા હતા.  આ સંદર્ભે ૩ વર્ષ પહેલાં સામાજીક ન્યાય પ્રધાન રાજકુમારપ બડોલેએ મહારાષ્ટ્રમાં સિનિયર સિટીઝનની ઉંમર ૬૫ ઉપરથી ૬૦ કરવામાં આવશે એવી જાહેરાત વિધાનસભામાં કરી હતી. 

અલબત્ત, આ મુદ્દે સરકારના નિર્ણયમાં જીઆર બહાર પડયો ના હતો. ગઈકાલે એનસીપીના અજીત દાદા પવનારે આ સંદર્ભે એક લક્ષવેધી સૂચના રજૂ કરી પણ એનો નિર્ણય નાથતા મુખ્યપ્રધાનના  કેબિનમાં બેઠકમાં લેવાયો અને એ બેઠકની ચર્ચા બાદ નિર્ણયની ઘોષણા કરવાનો આદેશ તાલિકા અધ્યક્ષે આપ્યો હતો. લક્ષવેધી સૂચના મોકૂફ રાખવામાં આવી હતી.


આજે સામાજીક ન્યાય પ્રદાન રાજકુમાર  બડોલેએ વરિષ્ઠ નાગરિકો પ્રત્યેનું ધોરણ જાહેર કરતા વરિષ્ઠ નાગરિકની ઉંમર ૬૫થી ૬૦ કરવનામાં આવી હોવાની જાહેરાત કરી. વરિષ્ઠ નાગરિકો પ્રત્યે નીતિની ચોક્કસ રીતે અમલ બજાવણી કરવા માટે સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યા હોવાની જાણકારી પણ રાજકુમાર બડોલેએ આપી.

Post Comments