Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રનાં વાહનો માટે હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ આગામી વર્ષથી ઉપલબ્ધ થશે

- હાલના ત્રણ કરોડ તથા આવનારા નવા વાહનોની નંબર પ્લેટ માટે સરકારે ટેન્ડર જારી કર્યું

મુંબઇ, તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

મહારાષ્ટ્રમાં વાહન માલિકોને વહેલામાં વહેલું આગામી વર્ષે તેમના વાહન માટે હાઇ- સિક્યુરિટી નંબર પ્લેટ મળે તેવી શક્યતા છે. આ નંબર પ્લેટ વાહનને ચોરી થવા સાથે રક્ષણ પૂરું પાડશે.

પરિવહન ખાતાએ રાજ્યમાંના હાલનાં ત્રણ કરોડ વાહનો તથા આગામી દસ વર્ષમાં રજિસ્ટર થનારા વાહનો માટે આ પ્રકારની નંબર પ્લેટ મેળવવા માટે શનિવારે રૃા. ૧,૪૦૦ કરોડનું ટેન્ડર જારી કર્યું હતું.
કોઇ પણ પ્રકારના ફેરફાર કરવાનું મુશ્કેલ હોવાનું કહેવાતી આ નંબર પ્લેટનો ખર્ચ વાહન માલિકે ચૂકવવાનો રહેશે. દ્વિચક્રી વાહનોની પ્લેટની કિંમત રૃા. ૧૨૫થી ૧૫૦ તથા ફોર વ્હીલર્સ તતા ભારે વાહનો માટેની નંબર પ્લેટની કિંમત રૃા. ૨૫૦થી ૩૫૦ ચૂકવવાની રહેશે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયે શુક્રવારે નવા નિયમોના મુસદ્દાને પ્રસિદ્ધ કર્યો હતો. તે મુજબ ૨૦૧૯ની પહેલી જાન્યુઆરીથી ઉપયોગમાં આવનારા નવા વાહનોને લગાવવા માટેની નંબર પ્લેટો વિક્રેતાઓને પૂરી પાડવાનું ઓટોમોબાઇલના ઉત્પાદકો માટે ફરજીયાત કરવામાં આવ્યું છે.

હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ વાહનના આગળ તથા પાછળના ભાગ પર લગાવવામાં આવશે. વિન્ડસ્ક્રીનવાળા વાહનોને હોલોગ્રામ ધરવાતી નંબર પ્લેટ લગાવવામાં આવશે.

મંત્રાલયની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે અધિકૃત વિક્રેતા દ્વારા જ આ નંબર પ્લેટ લગાડવવા જોઇએ એક આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે યોજના મુજબ બધું પાર પડે તો નવી નંબર પ્લેટો લગાવવાનું આગામી વર્ષથી શરૃ થઇ શકે.

પરિવહન ખાતાના ટેન્ડર દસ્તાવેજમાં જણાવાયું છે કે બિલ્ડ-ઓન- ઓપરેટ (બીઓઓ)ના ધોરણે આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. આ દસ્તાવેજમાં વધુમાં જણાવાયું છે કે હાલની વાહનો માટે નંબર પ્લેટ બેસાડવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવાની જોગવાઇ નવા ટેન્ડરમાં કરવામાં આવશે. કોન્ટ્રેક્ટ મેળવનારી એજન્સી આ માટે નવું સોફ્ટવેર તૈયાર કરશે.

Post Comments